IPL 2022 ના Mega Auction માટે ટીમો તૈયાર, જાણો હવે કોના પર્સમાં છે કેટલાં પૈસા?
IPL 2022 Mega Auction Updates: ઈન્ડિયન પ્રીમિયર લીગની બધી ટીમ ફેબ્રુઆરીમાં મેગા ઓક્શનથી ખેલાડી ખરીદીને પોતાની સ્ક્વોડમાં સામેલ કરશે. નવેમ્બરમાં બધી ફ્રેન્ચાઈઝીએ પોતાના રિટેઈન કરેલા ખેલાડીઓની યાદી જાહેર કરી હતી.
નવી દિલ્લી: ઈન્ડિયન પ્રીમિયર લીગની બધી ટીમ ફેબ્રુઆરીમાં મેગા ઓક્શનથી ખેલાડી ખરીદીને પોતાની સ્ક્વોડમાં સામેલ કરશે. નવેમ્બરમાં બધી ફ્રેન્ચાઈઝીએ પોતાના રિટેઈન કરેલા ખેલાડીઓની યાદી જાહેર કરી હતી. અનેક ટીમોએ ચોંકાવનારા નિર્ણય પણ લીધા હતા. ફેબ્રુઆરીમાં થનારા મેગા ઓક્શન પહેલાં બધી ટીમ પોતાના પર્સમાં બાકી રહેલા પૈસા પર ધ્યાન રાખશે. ઓક્શન પહેલાં બે નવી ટીમ અમદાવાદ અને લખનઉએ પણ પોતાના 3-3 ખેલાડીઓની પસંદગી કરી લીધી છે.
લખનઉએ રાહુલને બનાવ્યો કેપ્ટન:
મીડિયા રિપોર્ટસ પ્રમાણે લખનઉએ લોકેશ રાહુલને કેપ્ટન તરીકે પોતાની ટીમની સાથે જોડ્યો છે. આ ઉપરાંત ટીમમાં માર્કસ સ્ટોઈનિસ અને રવિ બિશ્નોઈને પણ ટીમમાં જોડ્યો છે. લોકેશ રાહુલને લખનઉએ પહેલા ખેલાડી તરીકે ટીમમાં સામેલ કર્યો છે. જેના કારણે તેને 15 કરોડ રૂપિયા મળશે. જ્યારે માર્કસ સ્ટોઈનિસને 7 11 કરોડ અને રવિ બિશ્નોઈને 4 કરોડ રૂપિયા મળશે. લખનઉ પોતાના પર્સમાં 60 કરોડ રૂપિયાની સાથે મેગા ઓક્શનમાં ઉતરશે.
અમદાવાદે પંડ્યા પર લગાવ્યો દાવ:-
અમદાવાદે ટીમ ઈન્ડિયાની બહાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવ્યો છે. પંડ્યા ઉપરાંત અફઘાનિસ્તાનના સ્ટાર સ્પિનર રાશિદ ખાન અને શુભમન ગિલને પોતાની ટીમ સાથે જોડ્યો છે. અમદાવાદ તરફથી હાર્દિક પંડ્યા-રાશિદ ખાનને 15-15 કરોડ અને શુભમન ગિલને 7 કરોડ રૂપિયા મળશે. અમદાવાદની પાસે આ ખર્ચ પછી 53 કરોડ રૂપિયા બચશે.
ચેન્નઈ અને મુંબઈની ટીમે પોતાના 4-4 ખેલાડીઓને રિટેઈન કરતાં સૌથી વધારે 42 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. જ્યારે પંજાબ કિંગ્સે સૌથી ઓછા 2 ખેલાડીઓને રિટેઈન કર્યા છે. તેમણે માત્ર 16 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. બધી આઈપીએલ ટીમને 90 કરોડ રૂપિયા સુધીનો ખર્ચ કરવની છૂટ મળી છે.
કઈ ટીમની પાસે હવે કેટલાં પૈસા:
1. ચેન્નઈ સુપર કિંગ્સ:
રવિન્દ્ર જાડેજા (16 કરોડ), એમએસ ધોની (12 કરોડ), મોઈન અલી (8 કરોડ), ઋતુરાજ ગાયકવાડ (6 કરોડ) કુલ 42 કરોડનો ખર્ચ, પર્સમાં 48 કરોડ રૂપિયા
2. મુંબઈ ઈન્ડિયન્સ:
રોહિત શર્મા (16 કરોડ), જસપ્રીત બુમરાહ (12 કરોડ), સૂર્યકુમાર યાદવ (8 કરોડ), કીરોન પોલાર્ડ (6 કરોડ) કુલ 42 કરોડનો ખર્ચ, પર્સમાં 48 કરોડ રૂપિયા
3. કોલકાતા નાઈટ રાઈડર્સ:
આંદ્રે રસેલ (12 કરોડ, પર્સમાંથી 16 કરોડ કપાશે), વરુણ ચક્રવર્તી (8 કરોડ, પર્સમાંથી 12 કરોડ કપાશે), વેંકટેશ અય્યર (8 કરોડ), સુનીલ નરીન (6 કરોડ) કુલ 42 કરોડનો ખર્ચ, પર્સમાં 48 કરોડ રૂપિયા
4. રોયલ ચેલેન્ઝર્સ બેંગલુરુ:
વિરાટ કોહલી (15 કરોડ), ગ્લેન મેક્સવેલ (11 કરોડ), મોહમ્મદ સિરાઝ (7 કરોડ), કુલ 33 કરોડનો ખર્ચ, પર્સમાં 57 કરોડ રૂપિયા
5. રાજસ્થાન રોયલ્સ:
સંજુ સેમસન (14 કરોડ), જોશ બટલર (10 કરોડ), યશસ્વી જયસ્વાલ (4 કરોડ), કુલ 28 કરોડનો ખર્ચ, પર્સમાં 62 કરોડ રૂપિયા
6. સનરાઈઝર્સ હૈદરાબાદ :
કેન વિલિયમ્સન (14 કરોડ), અબ્દુલ સમદ (4 કરોડ), ઉમરાન મલિક (4 કરોડ) કુલ 22 કરોડનો ખર્ચ, પર્સમાં 68 કરોડ રૂપિયા
7. પંજાબ કિંગ્સ:
મયંક અગ્રવાલ (12 કરોડ, પર્સમાંથી 14 કરોડ કપાશે), અર્શદીપ સિંહ (4 કરોડ) કુલ 18 કરોડનો ખર્ચ, પર્સમાં 72 કરોડ રૂપિયા
8. દિલ્લી કેપિટલ્સ:
ઋષભ પંત (16 કરોડ), અક્ષર પટેલ ( 9 કરોડ, પર્સમાંથી 12 કરોડ કપાશે), પૃથ્વી શો (7.5 કરોડ, પર્સમાંથી 8 કરોડ કપાશે), એનરિક નોર્તઝે (6.5 કરોડ) કુલ 39 કરોડનો ખર્ચ, પર્સમાં 42.50 કરોડ રૂપિયા
9. અમદાવાદ:
હાર્દિક પંડ્યા (15 કરોડ), રાશિદ ખાન (15 કરોડ), શુભમન ગિલ ( 7 કરોડ), કુલ 37 કરોડનો ખર્ચ, પર્સમાં 53 કરોડ રૂપિયા
10. લખનઉ:
લોકેશ રાહુલ (15 કરોડ), માર્કસ સ્ટોઈનિસ (11 કરોડ), રવિ બિશ્નોઈ (4 કરોડ), કુલ 30 કરોડનો ખર્ચ, પર્સમાં 60 કરોડ રૂપિયા