RCB vs MI: 22 વર્ષીય ખેલાડીના દમ પર આરસીબીની શાનદાર જીત, મુંબઇની સતત ચોથી હાર
IPL 2022 RCB vs MI: આઇપીએલ 2022 ની 18 મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે સાત વિકેટથી જીતી લીધી છે. બેંગ્લોરે મુંબઇ ઇન્ડિયન્સને સરળતાથી હરાવી સીઝનની સતત ત્રીજી જીત નોંધાવી છે.
નવી દિલ્હી: ઇન્ડિયન પ્રીમિયર લીગના 15 મી સીઝનની 18 મી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે સાત વિકેટથી જીતી લીધી છે. બેંગ્લોરે મુંબઇ ઇન્ડિયન્સને સરળતાથી હરાવી સીઝનની સતત ત્રીજી જીત નોંધાવી છે. બેંગ્લોરે મુંબઇના 152 રનનો ટાર્ગેટ 18.3 ઓવરમાં જ પૂરો કર્યો હતો. આરસીબી તરફથી અનુજ રાવતે સૌથી વધુ 66 રન બનાવ્યા જ્યારે વિરાટ કોહલીએ 48 રનની ઇનિંગ રમી હતી. ફાફ ડુપ્લેસિસની આગેવાનીમાં આરસીબી ત્રીજી જીત સાથે પોઇન્ટ ટેબલમાં ત્રીજા સ્થાન પર પહોંચી ગઈ છે.
બેંગ્લોરે મુંબઇના 152 રનના ટાર્ગેટનો પીછો કરતા શાનદાર શરૂઆત કરી હતી. કેપ્ટન ફાફ ડુપ્લેસિસ અને અનુજ રાવતે સાથે મળીને પહેલી વિકેટ માટે 50 રનની ભાગીદારી કરી હતી. જો કે, ડુપ્લેસિસ 24 બોલમાં 16 રન બનાવી જયદેવ ઉનડકટના બોલ પર આઉટ થઈ ગયો હતો. તેના આઉટ થયા બાદ અનુજ રાવત અને વિરાટ કોહલીએ ભેગા મળીને ઇનિંગ આગળ વધારી અને બીજી વિકેટ માટે 80 રનની ભાગીદારી કરી હતી. આ દરમિયાન અનુજ રાવતે આઇપીએલ કરિયરની પોતાની પહેલી અર્ધસદી ફટાકરી છે. તેણે 47 બોલમાં 66 રન બનાવી રન આઉટ થયો પરંતુ તેણે ઇનિંગ દરમિયાન 2 ચોક્કા અને 6 છક્કા ફટકાર્યા હતા.
રાજસ્થાનના ઓલરાઉન્ડરનો માંડ માંડ બચ્યો જીવ, IPL વચ્ચે જ કરી સંન્યાસની જાહેરાત!
અનુજના આઉટ થયા બાદ વિરાટ કોહલી પણ વધારે સમય સુધી ટકી શક્યો નહીં અને 48 રનના સ્કોર પર ડેવાલ્ડ બ્રેવિસના બોલ પર એલબીડબ્લ્યુ આઉટ થયો. છેલ્લી સીઝનની પેહલી મેચ રમનાર ગ્લેન મેક્સવેલે સતત બે બોલમાં બે ચોક્કા મારી આરસીબીને જીત અપાવી છે.
IPL 2022 CSK vs SRH: ચેન્નાઈને મળી સતત ચોથી હાર, હૈદરાબાદે 8 વિકેટ સાથે જીતી પહેલી મેચ
આ પહેલા સૂર્યકુમાર યાદવે 37 બોલમાં 68 રનની નાબાદ ઇનિંગના દમ પર મુંબઇ ઇન્ડિયન્સે 151 રન બનાવ્યા હતા. સૂર્યકુમારે જયદેવ ઉનડકટ સાથે મળીને સાતમી વિકેટ માટે 40 બોલમાં 72 રનની અટુટ ભાગીદારી કરી હતી. પુણેમાં ટોસ હારી પહેલા બેટિંગ કરતી મુંબઇએ મજબુત શરૂઆત કરી અને પહેલી વિકેટ માટે 50 રનની ભાગીદારી કરી. જો કે, ત્યારબાદ તેમણે 29 રન બનાવવામાં તેમની 6 વિકેટ ગુમાવી હતી.
ઓસ્ટ્રેલિયાના PM એ બનાવી ગુજરાતી વાનગી, મોરિસનનો ખીચડી પ્રેમ ઇન્સ્ટાગ્રામ પર છલકાયો
મુબઇની ટીમ 79 ના સ્કોર પર છ વિકેટ ગુમાવી ચૂકી હતી. પરંતુ ત્યારબાદ સૂર્યકુમારે 32 બોલમાં પોતાની અર્ધસદી પૂર્ણ કરી. બેંગ્લોર તરફથી હર્ષલ પટેલ અને વનિંદુ હસરંગા સૌથી સફળ બોલર રહ્યા. બંનેએ બે-બે વિકેટ ઝડપી પાડી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube