નવી દિલ્હી: મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ 48 રનની મહત્વપૂર્ણ ઈનિંગ રમનાર રોયલ ચેલેંજર્સ બેંગ્લુરુંના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી પાસેથી ચેન્નાઈ સુપર કિંગ વિરુદ્ધ ફેન્સને એક મોટી ઈનિંગની આશા હતી. કોહલી ચેન્નાઈના સૌથી મોટા સ્કોર સામે માત્ર 1 રન બનાવીને મુકેશ ચૌધરીનો શિકાર બની ગયા. આ વિકેટની ખાસ વાત એ રહી કે એકવાર ફરીથી મહેન્દ્રસિંહ ધોની એ પોતાના અનુભવના દમે ચેન્નાઈના ખાતામાં મોટી વિકેટ અપાવી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જોકે, ત્રીજી ઓવરમાં જ કેપ્ટન ફાફ ડુપ્લેસિસને આઉટ થયા બાદ બેટિંગ કરવા માટે ઉતરેલા વિરાટ કોહલી પર ચેન્નાઈના મોટા સ્કોરની સામે બેંગ્લુંરુંની ટીમ માટે વિકેટ બચાવવાની પણ જવાબદારી હતી. ધોનીએ પોતાના અનુભવના આધારે બેંગલોરની ઈનિંગની 5મી ઓવરમાં એક ચાલ ચાલી અને તેમાં સફળ પણ રહ્યો. ધોનીએ 5મી ઓવરમાં વિરાટ કોહલી માટે ખાસ ફીલ્ડ સેટ કરી, જેમાં ફરીથી વિરાટ ફસાઈ ગયો અને પોતાની વિકેટ ગુમાવી બેઠો હતો.


શું હતી ધોનીની યોજના?
ઈનિંગની આ ઓવર મુકેશ ચૌધરીને ફેંકવા આપી, જ્યારે મુકેશ ચૌધરી બોલિંગ કરવા આવ્યા ત્યારે શિવમ દુબે ફાઈન લેગ પર તૈનાત હતો. પહેલા બોલ નાંખ્યા પહેલાથી જ ધોનીએ શિવમ દુબેને ફાઈન લેગથી ડીપ સ્કેયર લેગ તરફ જવાનો ઈશારો કર્યો, ત્યારબાદ બોલ ચૌધરીએ થોડો શોર્ટ ઓફ લેન્થ રાખ્યો... આ બોલને વિરાટ કોહલીએ પુલ કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ વિરાટનો આ શોટ હવામાં ગયો અને ડીપ સ્કેયર લેગ તરફ રહેલો શિવમ દુબે એ સરળતાથી બોલને પકડીને ચેન્નાઈને વિરાટના રૂપમાં એક મોટી સફળતા અપાવી હતી.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube