નવી દિલ્હી: મુંબઈ ઈન્ડિયન્સ આઈપીએલ 2022માં સતત 6 મેચ હારી ચૂકી છે. કેપ્ટન રોહિત શર્માએ પણ હવે હાથ ઊંચા કરી દીધા છે. તેણે મેચ હાર્યા બાદ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે હવે તેઓ શું સુધારો કરે. રોહિત શર્માની આ નિરાશાજનક ટિપ્પણી બાદ ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરૂદ્દીને મોટું નિવેદન આપ્યું છે. તેમણે મુંબઈ મેનેજમેન્ટને ટીમમાં કેટલાક સુધારા કરવાની સલાહ આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આપી આ સલાહ
મોહમ્મદ અઝહરૂદ્દીને મુંબઈ ઈન્ડિયન્સને સલાહ આપી અને કહ્યું કે તમારે કેટલાક નવા ખેલાડીઓને અજમાવવા જોઈએ જેમ કે તમે અર્જૂનને પણ તક આપી શકો છો, જે સારું પ્રદર્શન કરે છે. કદાચ મેદાન પર તેંડુલકરનું નામ તેના માટે સૌભાગ્ય લાવી શકે છે. તેંડુલકર સરનેમ તેના માટે લકી સાબિત થઈ શકે છે. 


તેમણે કહ્યું કે જો તમે આટલી ઊંચી કિંમત પર ડેવિડને લીધો છે અને જો તે સારું નથી રમતો તો તેના હોવાનો ટીમને કોઈ ફાયદો નથી. જો તમારી પાસે ખેલાડી છે તોતમે તેમને એક સાથે બહાર બેસાડી શકો નહીં, તે ખેલાડી સાથે પણ અન્યાય હશે. અઝહરૂદ્દીનનું માનવું છે કે ટીમે અર્જૂન તેંડુલકર જેવા ખેલાડીઓને તક આપવી જોઈએ.


એક ખેલ વેબસાઈટ સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે જો તમે આટલી ઊંચી કિંમતે ડેવિડને પસંદ કર્યો છે અને તે નથી રમી રહ્યો તો તેનો ટીમમાં હોવાનો કોઈ ફાયદો નથી. જો તમારી પાસે ખેલાડી છે તો તમે તેમને બેસીડી શકો નહીં. તેમણે સ્વીકાર્યું કે હરાજીમાં પ્રતિભાશાળી બેટ્સમેનને ખરીદ્યા પરંતુ તેમની બોલિંગ ખુબ નબળી દેખાઈ છે. તેમનું માનવું છે કે ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ પર વધુ દબાણ નાખવું ટીમ માટે યોગ્ય નથી. અઝહરૂદ્દીનના જણાવ્યાં મુજબ બુમરાહે બોલિંગની શરૂઆત કરવી જોઈએ જેથી કરીને પાવરપ્લેમાં વિકેટ લેવાની વધુ તક મળી શકે. 


અર્જૂનને મુંબઈએ 30 લાખમાં ખરીદ્યો
અત્રે જણાવવાનું કે મુંબઈ ઈન્ડિયન્સે અર્જૂન તેંડુલકરને આ વખતે 30 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. તેને ગત સીઝનમાં પણ સ્ક્વોડમાં સામેલ કરાયો હતો. જો કે હજુ પણ અર્જૂનને તેના આઈપીએલ ડેબ્યૂનો ઈન્તેજાર છે. સોશિયલ મીડિયા પર ફેન્સ માગણી કરી રહ્યા છે કે હવે અર્જૂન તેંડુલકરને ટીમમાં તક મળવી જોઈએ. 


પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરૂદ્દીને પણ અર્જૂનના પક્ષમાં નિવેદન આપ્યું. મુંબઈ ઈન્ડિયન્સે અર્જૂનના હેશટેગ સાથે એક ટ્વીટ કરી હતી. આ ટ્વીટ પર સારા તેંડુલકરે કમેન્ટ કરતા 10 વાર દિલ ઈમોજીથી રિએક્ટ કર્યું હતું. કહેવાય છે કે અર્જૂન જલદી આઈપીએલમાં મુંબઈની જરસીમાં મેદાન પર રમતો જોવા મળી શકે છે. 20 લાખ બેઝ પ્રાઈઝવાળા અર્જૂનને ખરીદવા માટે ગુજરાત ટાઈટન્સે પણ બોલી લગાવી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube