IPL 2022: આઇપીએલની 15મી સીઝન ભારતમાં રમાઈ રહી છે. દુનિયાભરના લોકોની નજર આઇપીએલ પર રહે છે. ત્યારે આઇપીએલ વચ્ચે એક ખેલાડીનું મોટું નિવેદન સામે આવ્યું છે. જેણે સૌ કોઇનું ધ્યાન પોતાના તરફ કર્યું છે. તમને જણાવી દઈએ કે, પંજાબ કિંગ્સના ઓલરાઉન્ડર ઋષિ ધવને કહ્યું કે, છેલ્લા કેટલાક વર્ષથી સિલેક્ટર્સે તેના પર ધ્યાન આપ્યું જ નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આઇપીએલ 2022 ની સીઝન વચ્ચે પંજાબના ઋષિ ધવનનું દુ:ખ છલકાઈ આવ્યું છે. ધવને કહ્યું કે, વર્ષોથી તેના પ્રદર્શન પર કોઈ ધ્યાન આપી રહ્યું નથી. ઇન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા ધવને કહ્યું કે, 4 વર્ષ સુધી આઇપીએલમાં રમવા અને ભારત માટે ડેબ્યુ કર્યા બાદ ટીમથી મને બહાર કરવામાં આવ્યો. ત્યારબાદ આગામી 5 વર્ષ સુધી મને સિલેક્ટ કરવામાં આવ્યો નહીં. ઘરેલુ ક્રિકેટમાં કોઈએ મારું પ્રદર્શન જોયું નથી.


IPL 2022 KKR: ટૂર્નામેન્ટ વચ્ચે આ ખેલાડીએ છોડ્યો કેકેઆરનો સાથે, ટીમ બહાર થવાની આરે


આ ઉપરાંત ધવને કહ્યું કે સારુ પ્રદર્શન તો કરી રહ્યો હતો તેમ છતાં તેના પર કોઇનું ધ્યાન ગયું નહીં. મારી અંદર દુ:ખ હતું અને તેને હું શબ્દોમાં જણાવી શકતો નથી. હું માનું છું કે જ્યારે મને ભારત માટે રમવાની તક મળી તો હું તે રીતે પ્રદર્શન કરી શક્યો નહીં જેની આશા મારી પાસે રાખવામાં આવી હતી. પરંતુ મને વિશ્વાસ હતો કે હું સારું કરી શકું છું.


સાઉથ એક્ટ્રેસનો મોટો ખુલાસો, ફિલ્મના સેટ પર ડાયરેક્ટરે મારી જે કર્યું તે હું ક્યારે નહીં ભુલી શકું


પંજાબ કિંગ્સે ઓલરાઉન્ડર ઋષિ ધવનને આ સીઝનમાં પોતાની ટીમમાં સામેલ કર્યો. ધવન લગભગ 5 વર્ષ બાદ આઇપીએલમાં રમી રહ્યો છે. આ ખેલાડીને મેગા ઓક્શનમાં પંજાબ કિંગ્સે 55 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. ધવન ખતરનાક બોલિંગ સાથે ધાકડ બેટિંગ માટે પણ જાણીતો છે. ઘરેલું ક્રિકેટ બાદ તે શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. જેના કારણે પંજાબ કિંગ્સે તેને ઓક્શનમાં ખરીદ્યો હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube