મુંબઈઃ પંજાબ કિંગ્સે રોયલ ચેલેન્જર્સ બેંગલોરને રોમાંચક મેચમાં પાંચ વિકેટે પરાજય આપ્યો છે. આરસીબીએ પ્રથમ બેટિંગ કરતા 206 રનનો લક્ષ્ય આપ્યો હતો. જેના જવાબમાં પંજાબે ઓડીયન સ્મિથ, શિખર ધવન અને ભાનુકા રાજપક્ષેની શાનદાર બેટિંગની મદદથી મેચ જીતી લીધી છે. ઓડીયને માત્ર 8 બોલમાં અણનમ 25 રન ફટકાર્યા હતા. જ્યારે આરસીબી માટે મોહમ્મદ સિરાજે બે વિકેટ ઝડપી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આરસીબીએ આપેલા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી પંજાબ કિંગ્સ માટે ભાનુકા રાજપક્ષો અને શિખર ધવને શાનદાર બેટિંગ કરી હતી. ધવને 29 બોલનો સામનો કરતા પાંચ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 29 રન બનાવ્યા હતા. જ્યારે રાજપક્ષેએ 22 બોલનો સામનો કરતા ચાર સિક્સ અને બે ચોગ્ગાની મદદથી 43 રન બનાવ્યા હતા. કેપ્ટન મયંક અગ્રવાલ 32 રન બનાવી આઉટ થયો હતો. 


અન્ડર-19 ટીમનો ખેલાડી રાજ બાવા શૂન્ય રન બનાવી આઉટ થયો હતો. લિવિંગસ્ટોને 19 રન બનાવ્યા હતા. તેણે 10 બોલમાં બે સિક્સ ફટકારી હતી. અંતમાં ઓડીયન સ્મિથે આક્રમક બેટિંગ કરતા માત્ર 8 બોલમાં 25 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે ત્રણ સિક્સ અને એક ફોર ફટકારી હતી. શાહરૂખ ખાન 24 રન બનાવી અણનમ રહ્યો હતો. 


આ પણ વાંચોઃ IPL 2022: દિલ્હી સામે હાર બાદ મુશ્કેલીમાં ફસાયો રોહિત, આ કારણે લાગ્યો લાખો રૂપિયાનો દંડ


બેંગલોરનો ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ મોંઘો સાબિત થયો હતો. પરંતુ તેણે બે વિકેટ ઝડપી હતી. સિરાજે 4 ઓવરમાં 59 રન આપ્યા હતા. હસરંગાએ ચાર ઓવરમાં 40 રન આપી એક વિકેટ લીધી હતી. હર્ષલ પટેલે 4 ઓવરમાં 36 રન આપી એક વિકેટ લીધી હતી.


આ પહેલાં આરસીબીના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ અને દિનેશ કાર્તિકે શાનદાર પ્રદર્શન કર્યુ હતું. ડુ પ્લેસિસે 57 બોલમાં 88 રન બનાવ્યા હતા. તેની ઈનિંગમાં 7 સિક્સ અને 3 ચોગ્ગા સામેલ હતા. જ્યારે કાર્તિકે 14 બોલમાં અણનમ 32 રન બનાવ્યા હતા. કાર્તિકે ત્રણ ફોર અને ત્રણ સિક્સ ફટકારી હતી. વિરાટ 43 રન બનાવી અણનમ રહ્યો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube