નવી દિલ્હીઃ આઈપીએલ-2022માં ખરાબ પ્રદર્શન કરી રહેલી ચેન્નઈ સુપર કિંગ્સને વધુ એક ઝટકો લાગ્યો છે. ચેન્નઈ સુપર કિંગ્સનો પૂર્વ કેપ્ટન રવિન્દ્ર જાડેજા ઈજાને કારણે બહાર થઈ ગયો છે. હવે આ ઓલરાઉન્ડર બાકીની મેચો રમી શકશે નહીં. જાડેજાને દિલ્હી વિરુદ્ધ મુકાબલામાં ઈજા થઈ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આઈપીએલ ફ્રેન્ચાઇઝી ચેન્નઈ સુપર કિંગ્સે બુધવારે એક સત્તાવાર નિવેદનમાં કહ્યુ- રવિન્દ્ર જાડેજા ઈજાને કારણે દિલ્હી વિરુદ્ધ મેચમાં ઉપલબ્ધ નહોતો. તે હજુ મેડિકલ ટીમની દેખરેખમાં છે. તેના આધાર પર આઈપીએલ 2022ની બાકી સીઝનમાંથી બહાર થઈ ગયો છે. 


ચેન્નઈના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને લઈને છેલ્લા બે દિવસથી અટકળો ચાલી રહી હતી. દાવો કરવામાં આવ્યો કે ફ્રેન્ચાઇઝી સીએસકેમાં બધુ બરાબર નથી. ચેન્નઈ સુપર કિંગ્સે ઇન્સ્ટાગ્રામ પર જાડેજાને અનફોલો કરી દીધો, સાથે જડ્ડુ પણ કોઈને ફોલો કરતો નથી. તેવામાં ખેલ જગતમાં નવી અટકળો શરૂ થઈ ગઈ હતી. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube