પુણે: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022 ભારતીય બોલરો માટે શાનદાર સાબિત થઈ રહી છે.  કેમ કે આ સિઝનમાં ભારતનો સ્ટાર સ્પિનર રવિચંદ્રન અશ્વિન ફરી એકવખત ફૂલ ફોર્મમાં આવી ગયો છે. ઓફ સ્પિનરે મંગલવારે શાનદાર પ્રદર્શન કરતાં એક મોટે રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. અશ્વિને હાલની આઈપીએલ સિઝનમાં રોયલ ચેલેન્ઝર્સ બેંગલુરુ સામે ધમાકેદાર પ્રદર્શન કરતાં પોતાની ટીમને મોટી જીત અપાવી હતી. અશ્વિને આ મેચમાં 4 ઓવર બોલિંગ કરી. જેમાં માત્ર 17 રન આપીને 3 મોટી વિકેટ ઝડપી. તેની સાથે જ અશ્વિને આઈપીએલ ઈતિહાસમાં પોતાની 150 વિકેટ પૂરી કરી. આ સિદ્ધિ મેળવનારો તે આ લીગનો આઠમો બોલર બની ગયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આઈપીએલમાં 150 વિકેટ લેનારા બોલરોની યાદી:
1. ડ્વેન બ્રાવો - 159 મેચમાં 181 વિકેટ
2. લસિથ મલિંગા - 122 મેચમાં 170 વિકેટ
3. અમિત મિશ્રા - 154 મેચમાં 166 વિકેટ
4. પીયૂષ ચાવલા - 165 મેચમાં 157 વિકેટ
5. યુઝર્વેન્દ્ર ચહલ - 122 મેચમાં 157 વિકેટ
6. આર.અશ્વિન - 175 મેચમાં 152 વિકેટ
7. ભુવનેશ્વર કુમાર - 139 મેચમાં 151 વિકેટ
8. હરભજન સિંહ - 163 મેચમાં 150 વિકેટ


આઈપીએલમાં આવી રહી છે અશ્વિનની બોલિંગ:
અશ્વિન માત્ર વિકેટ લેનારો બોલર જ નથી પરંતુ તેની સાથે જ તે અત્યંત કરકસરયુક્ત બોલિંગ કરવા માટે જાણીતો છે. તે પોતાના બોલથી બેટ્સમેનોને શોટ્સ રમવાની તક આપતો નથી. આ જ કારણ છે કે અશ્વિને અત્યાર સુધી માત્ર 6.93ની ઈકોનોમીથી રન આપ્યા છે. જ્યારે બીજા તમામ બોલરો 7ની ઉપરથી ઈકોનોમીથી રન આપ્યા છે.