Mumbai Indians ની ટીમ માટે ખતરો સાબિત થશે આ ખેલાડી! રોહિત શર્માની સેનાએ રહેવું પડશે સાવધાન
IPL 2022 ખુબ જ શાનદાર અંદાજમાં રમાઈ રહી છે. દર્શકોને દરરોજ રોમાંચક મેચ જોવા મળી રહી છે. આજે (9 અપ્રિલ) મુંબઇ ઇન્ડિયન્સનો સામનો આરસીબી ટીમ સાથે થશે.
નવી દિલ્હી: મુંબઇ ઇન્ડિયન્સે રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ પાંચ વખત આઇપીએલ ખિતાબ જીત્યો છે. પરંતુ આઇપીએલ 2022 માં મુંબઇ ટીમ સતત ત્રણ મેચ હારી ચૂકી છે. આજે (9 એપ્રિલ) મુંબઇ ઇન્ડિયન્સનો સામનો આરસીબીની ટીમ સાથે થશે. એવામાં રોહિત આર્મીને એક ખેલાડીથી સાવધાન રહેવાની જરૂરિયાત છે.
આ ખેલાડી તોડી શકે છે ખિતાબનું સ્વપ્ન
દિનેશ કાર્તિકે આઇપીએલ 2022 માં ખુબ જ શાનદાર બેટિંગ કરી છે. તેણે પોતાની બેટિંગથી તમામને આશ્ચર્યચકિત કર્યા છે. દિનેશ કાર્તિક 36 વર્ષનો થઈ ચૂક્યો છે અને આ ઉંમરે પણ તે આરસીબીની ટીમને મેચ જીતાડી રહ્યો છે. રાજસ્થાન રોયલ્સ સામે દિનેશ કાર્તિકે 44 રનની ઇનિંગ રમી. દિનેશ કાર્તિકના રૂપમાં આરસીબીને એક ધાકડ ફિનિશર મળ્યો છે. કાર્તિક છેલ્લી ઓવર્સમાં ફટાફટ બેટિંગ કરે છે. જ્યારે લોકો દિનેશ કાર્તિકનું આઇપીએલ કરિયર પૂર્ણ થઈ જશે એવું માની રહ્યા હતા, ત્યારે કાર્તિકે આઇપીએલમાં પોતાની બેટિંગનો શાનદાર નજારો દેખાળ્યો છે.
તિલક વર્માએ કર્યું શાનદરા પ્રદર્શન
મુંબઇ ઇન્ડિયન્સ તરફથી યુવા તિલક વર્મા પણ શાનદાર ફોર્મમાં છે. જ્યારે બ્રેવિસે ડેબ્યુમાં શાનદાર રમત દેખાડી હતી. સૂર્યકુમાર યાદવે પણ છેલ્લી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સની સામે એક ધમાકેદાર ઇનિંગ રમી હતી. જે દર્શાવે છે કે તે ફિટ છે અને વચ્ચેની ઓવરમાં ટીમ માટે એક સારો સ્કોર ઉભો કરી શકે છે. ટાઈમલ મિલ્સે સતત તમામ મેચમાં વિકેટ ઝડપી છે, જ્યારે બાસિલ થમ્પી અને મુરુગન અશ્વિન પણ તેમના ફોર્મમાં રહ્યા છે.
'ઓપરેશન ઓલ આઉટ'થી રોષે ભરાયા આતંકી, કરી શકે છે મોટો હુમલો
રોહિત શર્મા બનાવી શકે છે રેકોર્ડ
કેપ્ટન રોહિત શર્માને આઇપીએલમાં 500 ચોક્કા પૂર્ણ કરવા માટે 5 ચોક્કાની જરૂરિયાત છે અને જો તે 5 ફોર મારે છે તો આ રેકોર્ડ નોંધાવનાર તે પાંચમો બેટ્સમેન બની જશે. ત્યારે. તેણે 200 છક્કા પૂર્ણ કરવા માટે પાંચ સિક્સની જરૂરિયાત છે. જસપ્રીત બુમરાહ, 24 વિકેટ સાથે આઇપીએલમાં આરસીબી સામે સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube