નવી દિલ્હી: આઈપીએલમાં રમવાની ઈચ્છા તો દરેક ખેલાડીની હોય છે, પરંતુ કેટલાંકના નસીબ ચમકી જાય છે, તો કેટલાકને ચાન્સ પણ મળતો નથી. આઈપીએલમાં રમતા ખેલાડીઓને પૈસાની સાથે સાથે નામના પણ મળી છે. આઈપીએલ મેગા ઓક્શન 2022માં પંજાબ કિગ્સે એક ધાકડ ખેલાડીને ખરીદ્યો છે. આમ જોવા જઈએ તો આ ખેલાડી ચાર વર્ષ બાદ આઈપીએલમાં વાપસી કરી રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચાર વર્ષ બાદ વાપસી કરી રહ્યો છે ખેલાડી
ઘરેલૂ ક્રિકેટના સ્ટાર ખેલાડી ઋષિ ધવનને મેગા ઓક્શનમાં પંજાબ કિગ્સે 55 લાખ રૂપિયામાં ખરીદ્યો છે. ધવને ઘરેલુ ક્રિકેટમાં ઘણા રન બનાવ્યા છે. તેની પાસે બોલને રમવાની અદભૂત ક્ષમતા છે. ધવન તેની વિસ્ફોટક બેટિંગ અને કિલર બોલિંગ માટે જાણીતો છે. ક્રિકેટ પંડિતોનું માનવું છે કે જો ઋષિ ધવનને ટીમમાં તક આપવામાં આવે તો તે આખી દુનિયામાં પોતાનો ડંકો વગાડી શકે છે. ઋષિ ધવન અત્યારે ખૂબ જ સારા ફોર્મમાં ચાલી રહ્યો છે.


ચાર વર્ષ બાદ IPLમાં વાપસી
ઋષિ ધવને તેની IPL કરિયરની શરૂઆત પંજાબ કિંગ્સની ટીમ સાથે કરી હતી, પરંતુ ત્યારે તે IPLમાં કોઈ ચમત્કાર દેખાડી શક્યો નહોતો. 2013માં તે મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમ્યો હતો. જ્યારે, છેલ્લે તે IPLમાં KKR તરફથી રમતા જોવા મળ્યો હતો. તે 31 વર્ષનો થઈ ચૂક્યો છે, આટલી ઉંમરે ઘણા ક્રિકેટરો T20 ક્રિકેટ રમવાનું બંધ કરી દે છે. ધવનને આઈપીએલમાં વધુ મેચ રમવાની તક મળી નથી. ઋષિ ધવને 13 IPL મેચમાં 153 રન બનાવ્યા છે.


ઘરેલૂ ટૂર્નામેન્ટમાં દેખાડ્યો દમ
હિમાચલ ટીમના કેપ્ટન ઋષિ ધવને વિજય હજારે ટ્રોફી 2020-21 સીઝનમાં શાનદાર પ્રદર્શન કરી હતી. ધવને 8 મેચમાં 458 રન અને 17 વિકેટ લીધી છે. ધવનના કારણે જ હિમાચલની ટીમે પ્રથમ વખત ઘરેલુ ક્રિકેટમાં ટ્રોફી જીતી છે. ઋષિએ 2018-19 સિઝનમાં રણજી ટ્રોફીમાં 519 રન બનાવ્યા છે. તે ખૂબ જ ક્લાસિક બેટિંગ કરે છે. ઋષિ આ પહેલા પણ ટીમ ઈન્ડિયા માટે રમી ચુક્યા છે. ધવને 2016માં ભારતીય ટીમ માટે ડેબ્યૂ કર્યું હતું. તેણે ત્રણ વનડે મેચ રમી છે. તેણે પોતાની રમતથી હિમાચલને પ્રથમ વખત ચેમ્પિયન બનાવ્યું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube