મુંબઈ: આઈપીએલ 2022માં આજે મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગની વચ્ચે મેચ રમાનાર છે, જેમાં 'હિટમેન' રોહિત શર્માની નજર હવે ટી20 ક્રિકેટના એક 'વિરાટ રેકોર્ડ' પર હશે. પંજાબ કિંગ વિરુદ્ધ આજની મેચમાં જો મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્મા 25 રન બનાવી લેશે તો તે ક્રિકેટના સૌથી નાના ફોર્મેટમાં એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લેશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ મોટા રેકોર્ડ પર 'હિટમેન'ની નજર
મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્મા જો પંજાબ કિંગ વિરુદ્ધ આજની મેચમાં 25 રન બનાવી લે છે, તો તેઓ ટી20 ક્રિકેટમાં પોતાના 10000 રન પુરા કરી લેશે. રોહિત શર્મા ટી20 ક્રિકેટમાં 10000 રન પુરા કરનાર ભારતનો બીજો અને દુનિયાનો સાતમો બેટ્સમેન બની જશે.


ભારતનો માત્ર એક જ બેટર બનાવી શક્યો છે રેકોર્ડ
ભારત માટે ટી20 ક્રિકેટમાં અત્યાર સુધી આ કમાલ માત્ર વિરાટ કોહલી જ કરી શક્યો છે. વિરાટ કોહલી ટી20 ક્રિકેટમાં 10000 રન બનાવનાર ભારતનો માત્ર એકમાત્ર બેટર છે. આજે રોહિત શર્માની પાસે વિરાટ કોહલીના આ રેકોર્ડની બરાબરી કરવાનો મોકો છે.


તમામ T20 ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર બેટર
1. ક્રિસ ગેલ (વેસ્ટ ઈન્ડિઝ) - 14562
2. શોએબ મલિક (પાકિસ્તાન) - 11698
3. કિરોન પોલાર્ડ (વેસ્ટ ઈન્ડિઝ) - 11474
4. એરોન ફિન્ચ (ઓસ્ટ્રેલિયા) -10499
5. વિરાટ કોહલી (ભારત) -10379
6. ડેવિડ વોર્નર (ઓસ્ટ્રેલિયા) -10373
7. રોહિત શર્મા (ભારત) - 9975


રોહિત શર્મા પાસેથી મોટી ઈનિંગની આશા
પંજાબ કિંગ વિરુદ્ધ રોહિત શર્મા પાસેથી મોટી ઈનિંગની આશા છે. રોહિત શર્માએ અત્યાર સુધી આ આઈપીએલ સીઝનમાં રમાયેલી 4 મેચમાં માત્ર 80 રન બનાવ્યા છે, જેમાં તેમનો બેસ્ટ સ્કોર 41 રન રહ્યો છે.


આઈપીએલમાં 5000 ચોગ્ગા પુરો કરવાનો મોકો
રોહિત શર્મા આજે એક ચોગ્ગા ફટકારશે તો તેની સાથે જ આઈપીએલમાં પોતાના 500 ચોગ્ગા પુરા કરી લેશે. શિખર ધવન, વિરાટ કોહલી, ડેવિડ વોર્નર અને સુરેશ રૈના પછી આ રેકોર્ડ બનાવનાર પાંચમો ખેલાડી બની જશે.