ગુજરાત ટાઇટન્સે પંજાબ કિંગ્સને આઇપીએલના 16 મુકાબલામાં 6 વિકેટે માત આપી. આ મુકાબલામાં ગુજરાત માટે શુભમન ગિલ અને રાહુલ તેવતિયાએ શાનદાર પ્રદર્શન કર્યું. શુભમન સદી ચૂકી ગયો. તેમણે 96 રનની ઇનિંગ રમી. જ્યારે રાહુલ અંતિમ એ બોલમાં સિક્સર ફટકારી ટીમને જીત અપાવી. ગુજરાત માટે આ મુકાબલામાં સાઇ સુદર્શને ડેબ્યૂ કર્યું. પરંતુ આ મેચ દરમિયાન એક રસપ્રદ ઘટના સર્જાઇ હતી. 


ડેબ્યૂ મેચ રમેલા સાઇ સુદર્શને 30 બોલનો સામનો કરતાં 35 રન બનાવ્યા. આ દરમિયાન તેમણે 4 ચોગ્ગા અને એક સિક્સર ફટકારી. આ ઇનિંગ દરમિયાન તેમણે મેદાનમાંથી બહાર જવું પડ્યું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સુદર્શને ટોયલેટ માટે મેચ દરમિયાન બહાર જવું પડ્યું. એટલા માટે મેચ થોડીવાર માટે અટકાવી દેવામાં આવી. આ સાથે જ એક મિનિટનો ટાઇમ આઉટ પણ લેવામાં આવ્યો.  


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube