IPL 2022 MI vs RR: ચાલુ મેચમાં ચહેલ અને સૂર્યકુમાર વચ્ચે ક્રિએટ થયો આ સીન, સો. મીડિયામાં Video થયો વાયરલ
Yuzvendra Chahal And Suryakumar Yadav: મુંઇબ ઇન્ડિયન્સે રાજસ્થાન રોયલ્સને પાંચ વિકેટથી હરાવ્યું હતું. ત્યારે મુંઇબ ઇન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાયેલી મેચનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.
Yuzvendra Chahal And Suryakumar Yadav: મુંઇબ ઇન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાયેલી મેચનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. આઇપીએલ 2022 ની 44 મી મેચ રાજસ્થાન રોયલ્સ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં મુંઇબ ઇન્ડિયન્સે રાજસ્થાન રોયલ્સને પાંચ વિકેટથી હરાવ્યું હતું. આ મેચમાં યુજવેન્દ્ર ચહલ અને સૂર્યકુમાર યાદવ વચ્ચેનો એક રસપ્રદ નજારો વાયરલ થયો છે. સૂર્યકુમાર યાદવ મુંબઇ માટે મેચનો હીરો રહ્યો હતો.
મુંબઇ અને રાજસ્થાન વચ્ચેની આ મેચમાં એક રસપ્રદ જંગ જોવા મળી હતી. મુંબઇની બેટિંગ દરમિયાન રાજસ્થાન તરફથી યુજવેન્દ્ર ચહલ આઠમી ઓવર નાખવા આવ્યો હતો. યુજવેન્દ્ર ચહલની ચાલમાં સૂર્યકુમાર ફસાઈ ગયો હતો, પરંતુ એમ્પાયરના એક નિર્ણયે તેને બચાવી લીધો. આઠમી ઓવરના છેલ્લા બોલ પર યુજવેન્દ્ર ચહલે સૂર્યકુમારના આઉટ થયા હોવાની અપીલ કરી હતી, પરંતુ સૂર્યકુમારને નોટઆઉટ જાહેર કરવામાં આવ્યો હતો. જે બાદ યુદવેન્દ્ર ચહલ નિરાશ દેખાઈ રહ્યો હતો. યુદવેન્દ્રને નિરાશ જોઈ સૂર્યકુમાર તેને ગળે લગાવે છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
આયુષ્માન ખુરાનાની પત્નીએ સેક્સ અંગે કહીં આ વાત, તાહિરા કશ્યપની આ વાતથી શરમાઈ જશે એક્ટર
ભારતમાં આઇપીએલ 2022 ની 15 સીઝની મેચોનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ સીઝનમાં રોમાંચક મેચો જોવા મળી રહી છે. જોકે, આઇપીએલના અંતમાં સૌથી વધુ વિકેટ ઝડપી લેનારને પર્પલ કેપ આપવામાં આવે છે. આ વર્ષે પર્પલ કેપ જીતવા માટે સૌથી મોટો દાવેદાર યુજવેન્દ્ર ચહલ માનવામાં આવી રહ્યો છે. યુજવેન્દ્ર ચહલે આ સીઝનમાં અત્યાર સુધીમાં 19 વિકેટ લીધી છે. સૌથી વધુ વિકેટ લેવાની રેસમાં યુજવેન્દ્ર સૌથી આગળ જોવા મળી રહ્યો છે.
અહીં જુઓ વીડિયો
ગુજરાત માટે બેસ્ટ કેપ્ટન સાબિત થયો હાર્દિક, પ્લેઓફમાં બનાવી જગ્યા; સફળતાના આ 3 કારણ
મુંબઇ ઇન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ વચ્ચે રમાયેલી આ મેચમાં પહેલા બેટિંગ કરી રાજસ્થાને 159 રનનો ટાર્ગેટ સેટ કર્યો હતો. જેનો પીછો કરવા ઉતરેલી મુંબઇ ઇન્ડિયન્સે 19.2 ઓવરમાં 5 વિકેટ ગુમાવી પૂર્ણ કર્યો છે. સૂર્યકુમાર યાદવે મેદાનમાં દરેક બાજુએ સ્ટ્રોક મારી 51 રનની શાનદાર ઇનિંગ રમી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube