નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગની 15મી સીઝનમાં ભારતીય યુવા ખેલાડીઓનો જલવો જોવા મળ્યો છે. વિશ્વની સૌથી મોટી ટી20 લીગમાં ઘણા ભારતીય ખેલાડીઓએ પોતાની અલગ છાપ છોડી છે. હવે તેમાંથી કેટલાક ખેલાડીઓને સાઉથ આફ્રિકા સામે રમાનારી ટી20 સિરીઝમાં તક મળી શકે છે. આઈપીએલ બાદ ભારત અને આફ્રિકા વચ્ચે 9 જૂનથી 19 જૂન વચ્ચે પાંચ મેચોની ટી20 સિરીઝ રમાવાની છે. જેમાં સીનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવી શકે છે. તેવામાં આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કરનાર ખેલાડીઓને તક મળી શકે છે. જાણો આઈપીએલમાં ધૂમ મચાવનાર આ છ ભારતીય ખેલાડીઓ..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. અર્શદીપ સિંહ
પંજાબ કિંગ્સના ફાસ્ટ બોલર અર્શદીપનું પ્રદર્શન આ સીઝનમાં સારૂ રહ્યુ છે. અર્શદીપે 13 મેચમાં 7.82ની ઇકોનોમીથી 10 વિકેટ ઝડપી છે. પરંતુ તે આ વર્ષે ડેથ ઓવરમાં પંજાબ માટે દમદાર બોલર રહ્યો છે. તેની 7.31ની ઇકોનોમી આ તબક્કામાં તમામ બોલરોમાં સર્વશ્રેષ્ઠ છે. તે શાનદાર યોર્કર ફેંકી શકે છે. 


2. તિલક વર્મા
મુંબઈ ઈન્ડિયન્સના યુવા ખેલાડી તિલક વર્માએ મીડલ ઓર્ડરમાં પોતાની બેટિંગથી અનેક લોકોને પ્રભાવિત કર્યા છે. 2020માં અન્ડર-19 વિશ્વકપ અને હૈદરાબાદ તરફથી ડોમેસ્ટિક ક્રિકેટ રમતા તિલકે પોતાની છાપ છોડી છે. તેણે 13 મેચમાં 37.60ની એવરેજ અને 131.46ની સ્ટ્રાઇક રેટથી 376 રન બનાવ્યા છે. રોહિત શર્માએ તેને ભવિષ્યનો ખેલાડી ગણાવ્યો હતો. તેને આફ્રિકા સામે સિરીઝમાં તક મળી શકે છે. 


આ પણ વાંચોઃ આઈપીએલ ઈતિહાસની સૌથી મોટી ભાગીદારી, ડિકોક-રાહુલે બનાવ્યા 5 મોટા રેકોર્ડ


3. રાહુલ ત્રિપાઠી
2017માં આઈપીએલમાં પર્દાપણ કરનાર રાહુલ છેલ્લી કેટલીક સીઝનથી લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહ્યો છે. તેણે આ વખતે હૈદરાબાદ માટે 13 ઈનિંગમાં 39.30ની એવરેજ અને 161.72ની સ્ટ્રાઇક રેટથી 393 રન બનાવ્યા છે. ભારતના પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ પણ તેને સૂર્યકુમારના બેકઅપ તરીકે વિકલ્પ ગણાવ્યો હતો. ત્રિપાઠીને પણ આફ્રિકા સામે સિરીઝમાં તક મળી શકે છે. 


4. ઉમરાન મલિક
જમ્મુ-કાશ્મીરના આ યુવા બોલરે ભારત સહિત વિશ્વના અનેક પૂર્વ ખેલાડીઓનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યુ છે. ઉમરાન મલિક સતત 150થી વધુની ગતિએ બોલિંગ કરી શકે છે. તેણે અનેક બેટરોને પોતાની ગતિથી આઉટ કર્યા છે. મલિકે આ સીઝનમાં 21 વિકેટ ઝડપી છે. ઘણા લોકો તેને ભારતીય ટીમમાં સામેલ કરવાની માંગ પણ કરી રહ્યા છે. 


5. મોહસિન ખાન
2022 સીઝન દરમિયાન આઈપીએલની શરૂઆત થઈ ત્યારથી મોહસિન ખાન ચર્ચામાં છે. તે લખનઉ સુપર જાયન્ટ્સ તરફથી પાવરપ્લે અને ડેથ ઓવરમાં બોલિંગ કરી રહ્યો છે. મોહસિને 8 મેચમાં 13 વિકેટ પોતાના નામે કરી છે. તે પોતાની વિવિધતા માટે જાણીતો બન્યો છે. હવે જોવાનું રહેશે કે મોહસિનને આફ્રિકા સામે સિરીઝમાં તક મળે છે કે નહીં.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube