IPL 2022: RCB ની કેપ્ટનશિપ છોડ્યા બાદ આ હશે કોહલીનું નવું બેટિંગ ઓર્ડર! શાસ્ત્રીએ કર્યો એવો ખુલાસો કે...
આઈપીએલની ગત સીઝનમાં પણ વિરાટે ઈનિંગની શરૂઆત કરતા 400થી વધારે રન બનાવ્યા હતા. વિરાટ આરસીબી માટે ઈનિંગની શરૂઆત પણ અપાવી શકે છે અને નંબર 3 ઉપર પણ રમી શકે છે.
નવી દિલ્હી: IPL2022 સીઝનની આજે શુભારંભ થવા જઈ રહ્યો છે એટલે કે 26 માર્ચે સાંજે 7.30 વાગ્યાથી શરૂ થશે. આ આઈપીએલ સીઝનમાં વિરાટ કોહલી રોયલ ચેલેંજર્સ બેંગ્લોર માટે કેપ્ટન નહીં પરંતુ એક બેટ્સમેન તરીકે રમશે. ટીમ ઈન્ડિયાના પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ વિરાટ કોહલીની સાથે તેની કેપ્ટનશીપના સમયમાં ઘણી ચીજો પર કામ કર્યું છે. હવે જ્યારે વિરાટ કોહલી કેપ્ટન નથી, ત્યારે તેમણે એક મોટું નિવેદન જાહેર કર્યું છે.
વિરાટની બેટિંગ ઓર્ડર પર રવિ શાસ્ત્રીએ આપ્યું નિવેદન
વિરાટ કોહલીએ પોતાના દમ પર આરસીબીએ ઘણી મેચ જીતાડી છે. જોકે, વિરાટ કોહલીની બેટિંગ પોઝિશન આઈપીએલમાં હંમેશાંથી ચર્ચાનો વિષય રહી છે. વિરાટે ત્રીજા નંબર પર બેટિંગની સાથે સાથે આરસીબી માટે ઘણી વખત આઈપીએલમાં ઓપનિંગ પણ કરી છે.
આઈપીએલની ગત સીઝનમાં પણ વિરાટે ઈનિંગની શરૂઆત કરતા 400થી વધારે રન બનાવ્યા હતા. વિરાટ આરસીબી માટે ઈનિંગની શરૂઆત પણ અપાવી શકે છે અને નંબર 3 ઉપર પણ રમી શકે છે. આ વખતે મીડિલ ઓર્ડરમાં ગ્લેન મેક્સવેલ અને દિનેશ કાર્તિકને છોડીને આરસીબીની પાસે કોઈ પણ અનુભવી ખેલાડી નથી.
આ વર્ષે કયા નંબર પર રમશે કોહલી?
એવામાં વિરાટ કોહલી ત્રીજા નંબર પર આઈપીએલ 2022માં બેટિંગ કરતા નજરે પડી શકે છે. જોકે, ભારતીય ટીમના પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ વિરાટ કોહલીને આઈપીએલ 2022માં બેટિંગ પોઝીશનને લઈને એક મોટું નિવેદન આપ્યું છે. રવિ શાસ્ત્રીએ ઈએસપીએનક્રિકઈન્ફો સાથે વાતચીત કરતા જણાવ્યું કે, આ ટીમના સંતુલન પર નિર્ભર કરે છે. ખબર નહીં, તેનો મીડિલ ઓર્ડર શું છે, પરંતુ જો તેમની પાસે મજબૂત મીડિલ ઓર્ડર છે, તો વિરાટને ઓપનિંગમાં ઉતરવું જોઈએ, જેમાં કોઈ બુરાઈ નથી.
રોયલ ચેલેંજર્સ બેંગ્લોરની પહેલી મેચ 27 માર્ચે 2022
તમને જણાવી દઈએ કે, આઈપીએલ 2022માં રોયલ ચેલેંજર્સ બેંગ્લોરનો પહેલો મુકાબલો 27 માર્ચે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે છે. તેમાં વિરાટ કોહલી કંઈ પોઝીશન પર બેટિંગ કરશે તેના પર તમામ લોકોની નજર રહેશે. ફાફ ડુ પ્લેસિસની પાસે આ વખતે નવી ભૂમિકા છે. તે પોતાની કેપ્ટનશિપમાં ટીમનું સપનું પુરું કરવાની કોશિશ કરશે.
રોયલ ચેલેંજર્સ બેંગ્લોર ટીમ
વિરાટ કોહલી, સુયેશ, ફાફ ડુ પ્લેસિ, ફિન એલન, લવિંથ સિસોદિયા, અનુજ રાવત, દિનેશ કાર્તિક, ગ્લેન મેક્સવેલ, ડેવિડ વિલે, મહિપાલ લોમરોર, શેરફન રદરફોર્ડ, અનિશ્વર ગૌતમ, શાહબાજ અહમદ, વાનિંદુ હસરંગા, મોહમ્મદ સિરાજ, કરણ શર્મા, જેસન બેહરનડર્ફ, સિદ્ધાર્થ કૌલ, ચામા વી મિલિંદ, જોશ હેજલવુડ, હર્ષલ પટેલ, આકાશદીપ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube