IPL 2023માં કોરોનાની એન્ટ્રી : આ દિગ્ગજ આવ્યો પોઝિટિવ; લીગ પર ખતરો મંડરાયો
IPL 2023: કોરોનાએ હવે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023 સીઝનમાં દસ્તક આપી છે. તમને જણાવી દઈએ કે IPL 2021 દરમિયાન પણ કોરોનાના કારણે લીગને અધવચ્ચેથી સ્થગિત કરી દેવામાં આવી હતી. આવી સ્થિતિમાં હવે આ સિઝન જોખમમાં છે.
નવી દિલ્હીઃ Corona in IPL 2023: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023 (IPL 2023)ની ધમાકેદાર શરૂઆત થઈ છે. લીગની આ શ્રેણીમાં કુલ 6 મેચ રમાઈ છે. આ દરમિયાન એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. IPL 2023 પર કોરોનાનો ખતરો તોળાઈ રહ્યો છે. એક દિગ્ગજ ખેલાડી કોરોના પોઝિટિવ જોવા મળ્યો છે. આ દિગ્ગજ ખેલાડીએ પોતે જ તેના ચાહકોને આ માહિતી આપી છે. તમને જણાવી દઈએ કે IPL 2021 દરમિયાન પણ કોરોનાના કારણે લીગને અધવચ્ચેથી સ્થગિત કરી દેવામાં આવી હતી. આ પછી, બાકીની મેચો UAE માં યોજવામાં આવી હતી.
આ દિગ્ગજ IPL 2023 દરમિયાન કોરોના પોઝિટિવ આવ્યો હતો
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023 (IPL 2023) વચ્ચે ભૂતપૂર્વ ભારતીય ઓપનર અને પ્રખ્યાત કોમેન્ટેટર આકાશ ચોપરા કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. આ વાતની જાણકારી ખુદ આકાશ ચોપરાએ પોતાના ફેન્સને આપી છે. આકાશ ચોપરાએ (Aakash Chopra)તેની યુટ્યુબ ચેનલ પર પણ માહિતી આપી છે કે તે કોરોનાને કારણે IPL 2023માં થોડા દિવસો સુધી કોમેન્ટ્રી કરી શકશે નહીં.
આ પણ વાંચોઃ આજે દિલ્હી અને ગુજરાત વચ્ચે થશે જંગ, આંકડામાં જાણો કોણ કોના પર પડશે ભારે
આકાશ ચોપરાએ આ વાત કહી
આકાશ ચોપરા (Aakash Chopra)એ તેની યુટ્યુબ ચેનલની કોમ્યુનિટી પોસ્ટમાં લખ્યું છે, 'રૂકાવટ કે લિયે ખેદ હૈ. કોવિડે ફરી સ્ટ્રાઈક કરી છે. થોડા દિવસો સુધી કમેન્ટ્રી બોક્સમાં જોવા નહીં મળે. અહીં સામગ્રી પણ થોડી ઓછી હોઈ શકે છે. જો ગળું ખરાબ હશે તો અવાજના લોચા હશે. ભગવાનનો આભાર કે લક્ષણો હળવા હોય છે. આકાશ ચોપરાએ પણ ટ્વિટ કરીને તેમના કોરોના પોઝિટિવ હોવાની માહિતી આપી છે.
ટીમ ઈન્ડિયામાં ઓપનિંગની જવાબદારી મળી
આકાશ ચોપરાએ (Aakash Chopra)ઓક્ટોબર 2003માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. પોતાની ડેબ્યૂ ટેસ્ટમાં આકાશ ચોપરાએ (Aakash Chopra)શાનદાર રમત બતાવી અને બંને દાવમાં કુલ 73 રન બનાવ્યા, પરંતુ તે પછી તેનું બેટ પોતાનો જાદુ બતાવવામાં નિષ્ફળ રહ્યું. કારકિર્દીમાં, તે માત્ર 10 ટેસ્ટ મેચ રમી શક્યો હતો. જેમાં તેણે માત્ર 23ની બેટિંગ એવરેજથી 437 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે બે અડધી સદી પણ ફટકારી હતી. ટેસ્ટ સિવાય તે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ન તો કોઈ ODI કે T20 રમી શક્યો હતો.
આ પણ વાંચોઃ મોઈન અલી નહીં, પણ આ ખેલાડી હતો 'મેન ઓફ ધ મેચ'નો ખરો દાવેદાર, ખુલ્લેઆમ થયો અન્યાય!
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube