મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ 55 રનથી શાનદાર જીત બાદ ગુજરાત ટાઈટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટીમના એક ખેલાડીના વખાણ કર્યા. આ ખેલાડી પ્લેયર ઓફ ધ મેચ બન્યો અને ગુજરાત માટે 21 બોલમાં 3 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 42 રનની ઈનિંગ રમી જેના કારણે ગુજરાતનો સ્કોર 6 વિકેટે 207 રન સુધી પહોંચી શક્યો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેચ બાદ હાર્દિક પંડ્યાએ ગુજરાત ટાઈટન્સના ખેલાડી અભિનવ મનોહર વિશે વાત કરતા તેને ટીમનો સૌથી સારો ડેથ ઓવર બેટર ગણાવ્યો. હાર્દિકે કહ્યું કે મને લાગે છે કે આ સૌથી આકરી મહેનત છે. તે દરરોજ નેટ્સમાં 2 કલાક બેટિંગ કરે છે, એવું લાગે છે. તે અમારો સૌથી સારો ડેથ ઓવર હીટર છે. ગુજરાતના કેપ્ટને વધુમાં કહ્યું કે અમે ગત વર્ષે તેની સાથે વાત કરી હતી અને કેટલીક ચીજો હતી જેમાં તેણે સુધારો કરવાનો હતો અને આ વર્ષે તેણે શાનદાર પ્રદર્શન કર્યું છે. 


ગત સીઝનની ચેમ્પિયન ટીમ ગુજરાતે આઈપીએલ 2023માં પણ સતત સારું પ્રદર્શ કર્યું છે. મુંબઈ વિરુદ્ધ જીત સાથે જ ટીમ પોઈન્ટ ટેબલમાં બીજા નંબરે પહોંચી ગઈ છે. જેના પર હાર્દિકે કહ્યું કે આ મારો મોટો રહ્યો છે, હંમેશા સ્થિતિઓ પર નિર્ણય લેવાય છે. ટી20 ખુબ મજેદાર છે. એક બે છગ્ગા તમારું દિમાગ બદલી શકે છે. કેપ્ટનશીપ એક એવી ચીજ છે જેના પર હું મારી સહજ પ્રવૃત્તિનું સમર્થન કરું છું. મારી અને આશુ (આશીષ નહેરા) પાની એક જેવી માનસિકતા છે. અમે અમારા કોલનું સમર્થન કરીએ છીએ અને અમારા નિર્ણયો એક જેવા છે. 


WTC Final માટે ટીમ ઈન્ડિયાની થઈ જાહેરાત, ઐય્યરની જગ્યાએ આ ધાકડ ખેલાડીની વાપસી


GT vs MI: રાશિદ ખાન અને નૂર અહમદનો તરખાટ, ગુજરાતે 55 રને મુંબઈને આપ્યો પરાજય


Team India ના આ સ્ટાર ખેલાડીનો જાહેરમાં માફી માંગતો Video Viral! મેચ દરમિયાન કર્યું


208ના લક્ષ્યનો બચાવ કરવા માટે ગુજરાતના સ્પીન બોલરો ખાસ કરીને રાશિદ ખાન અને નૂર અહેમદે શાનદાર પ્રદર્શન કર્યું. રાશિદે ચાર ઓવરમાં 27 રન આપીને 2 વિકેટ લીધી જ્યારે નૂરે ચાર ઓવરમાં 37 રન આપીને 3 વિકેટ ઝડપી. અફઘાન જોડી અંગે બનાવેલી બોલિંગયોજના પર હાર્દિકે કહ્યું કે આજે રાશિદ અને નૂરને બોલિંગ કરાવવાનો નિર્ણય સરળ હતો.  તેમને ગતિ પસંદ છે. ગ્રીન અને ટિમ ડેવિડ મોટા હીટર છે. આથી અમે તેમને સ્પિન સામે મૂકવા માંગતા હતા અને તેમને એવા સ્પિનર રજૂ કરવા માંગતા હતા જેમને જાણવા મુશ્કેલ બને. રમત જલદી ખતમ કરવા માંગતા હતા. કારણ કે કેટલીક મેચો અમારા પક્ષમાં નથી ગઈ. 


અત્રે જણાવવાનું ગુજરાત ટાઈટન્સનો આગામી મુકાબલો શનિવારે 29 એપ્રિલના રોજ કોલકાતા નાઈટ રાઈડર્સ વિરુદ્ધ તેમના ઘરેલુ મેદાન ઈડન ગાર્ડન્સ પર છે. આ પહેલાની મેચમાં કોલકાતાએ ગુજરાતને હરાવ્યું હતું જેમાં છેલ્લે છેલ્લે રિંકુ સિંહની યાદગાર ઇનિંગે બાજી તેમના પક્ષમાં ફેરવી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube