IPL 2023: આઈપીએલ-2023 માટે ઓક્શનની જાહેરાત, આ દિવસે બેંગલુરૂમાં થશે હરાજી
IPL 2023: 16 ડિસેમ્બરે બેંગલુરૂમાં આઈપીએલ 2023 માટે હરાજી થશે. હરાજી માટે દરેક ટીમોના પર્સમાં આ વર્ષે પાંચ કરોડ રૂપિયાની વૃદ્ધિ થશે.
IPL 2023 Auction: ઈન્ડિયન પ્રીમિયર લીગની આગામી સીઝન એટલે કે આઈપીએલ 2023ની હરાજીનું આયોજન 16 ડિસેમ્બરે બેંગલુરૂમાં થશે. ત્રણ વર્ષ બાદ ટૂર્નામેન્ટના હોમ અને અવે ફોર્મેટની વાપસી થશે. આ વર્ષે દરેક ટીમ એક મુકાબલો હોમ અને એક અવે રમશે. આ ફોર્મેટ શરૂઆતથી ચાલી રહ્યું હતું પરંતુ કોરોનાને કારણે 2019 બાદ આ ફોર્મેટની સાથે ટૂર્નામેન્ટનું આયોજન થઈ શક્યું નહીં.
16મી સીઝનની શરૂઆત માર્ચના છેલ્લા સપ્તાહમાં થઈ શકે છે. 2019 બાદ આગામી બે સીઝન ભારતની બહાર આયોજીત કરવામાં આવી હતી. 2021ની સીઝન ભારતમાં શરૂ થઈ હતી, પરંતુ વચ્ચે કોરોના સંક્રમણ આવ્યા બાદ સીઝનને યૂએઈ શિફ્ટ કરવી પડી હતી. 2022ની સીઝનનું આયોજન ભારતમાં થયું હતું, પરંતુ માત્ર ત્રણ શહેરમાં મેચો રમવામાં આવી હતી. પ્લેઓફનું આયોજન નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદ અને કોલકત્તાના ઈડન ગાર્ડનમાં કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચોઃ World Cup 2022 સામે આવી ટીમ ઈન્ડિયાની સૌથી મોટી કમજોરી, થઈ શકે છે ટીમને નુકસાન
IPL 2022 માટે મેગા ઓક્શનમાં ટીમોને 90 કરોડ રૂપિયાનું સેલેરી પર્સ મળ્યું હતું, પરંતુ આ વર્ષની હરાજી માટે તેને 95 કરોડ રૂપિયા આપવામાં આવી શકે છે. પાછલા વર્ષે મેગા ઓક્શન થયું હતું, પરંતુ આ સીઝન માટે મિની ઓક્શનનું આયોજન થશે. ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રમુખ પદેથી હટતા પહેલા ગાંગુલીએ સ્ટેટ એસોસિએશનને મોકલેલા પત્રમાં જણાવ્યું હતું કે આ વખતે લીગનું આયોજન હોમ અને અવે ફોર્મેટમાં કરવામાં આવશે. તો આઈપીએલ 2023ના મિની ઓક્શન પહેલા ટ્રેડ વિન્ડો ખુલી ચુકી છે, જેમાં ટીમ ખેલાડીઓને રિલીઝ કરી શકે છે તો અન્ય ટીમોના ખેલાડીઓને પોતાની સાથે જોડી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube