IPL 2023 બેસ્ટ પ્લેઇંગ XI જાહેર, રોહિત, વિરાટ કોહલી બહાર, આ ખેલાડી બન્યો કેપ્ટન
IPL 2023 best Playing XI : આઈપીએલ-2023ના સમાપન બાદ હવે ટીમ ઓફ ધ ટૂર્નામેન્ટ સામે આવી રહી છે. આઈપીએલમાં કોમેન્ટ્રી કરી રહેલા ઘણા દિગ્ગજોએ પોતાની બેસ્ટ પ્લેઇંગ ઇલેવન બનાવી છે.
નવી દિલ્હીઃ IPL 2023 best Playing XI : આઈપીએલ 2023 સમાપ્ત થયા બાદ હવે સીઝનની બેસ્ટ પ્લેઇંગ ઇલેવન સામે આવી છે. એટલે કે દરેક 10 ટીમના ખેલાડીઓને લઈને 11ની ટીમ. આ વર્ષે 10 ટીમો વચ્ચે ટૂર્નામેન્ટ રમાઈ હતી, જેમાં એમએસ ધોનીની ચેન્નઈ સુપર કિંગ્સ અને હાર્દિક પંડ્યાની ગુજરાત ટાઈટન્સ વચ્ચે ફાઈનલ જંગ જોવા મળ્યો હતો. જે ખેલાડીઓએ સારૂ પ્રદર્શન કર્યું નથી તેને આ બેસ્ટ ઈલેવનમાં તક મળી નથી. સાથે તે વાતનું પણ ધ્યાન રાખવામાં આવે છે કે ક્યો ખેલાડી ક્યા નંબર પર રમે છે. આ વચ્ચે દુનિયામાં જાણીતા ક્રિકેટ કોમેન્ટ્રેટર હર્ષા ભોગલે, ઓસ્ટ્રેલિયન પૂર્વ ક્રિકેટર મેથ્યૂ હેડન અને ઈંગ્લેન્ડના કેવિન પીટરસને પોતાની બેસ્ટ પ્લેઇંગ ઈલેવન બનાવી છે. તમે પણ જાણો તેમાં ક્યા ખેલાડીને તક મળી છે.
હર્ષા ભોગલેની ટીમમાં કોહલી અને રોહિતને સ્થાન નહીં
હર્ષા ભોગલેની પ્લેઇંગ ઇલેવનમાં ઓપનિંગ માટે શુભમન ગિલ અને યશસ્વી જાયસવાલની પસંદગી કરવામાં આવી છે. તો ત્રણ નંબર પર કેમરૂન ગ્રીન અને ચોથા સ્થાને સૂર્યકુમાર યાદવને રાખવામાં આવ્યા છે. ત્યારબાદ વિકેટકીપર તરીકે હેનરિક ક્લાસેન અને છઠ્ઠા સ્થાને રિંકૂ સિંહની પસંદગી કરવામાં આવી છે. ત્યારબાદ ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા અને રાશિદ ખાનનો નંબર આવે છે. મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજને ફાસ્ટ બોલરના રૂપમાં પસંદ કરવામાં આવ્યા છે. આ સિવાય મહીસા પથિરાનાને પણ આ ટીમમાં જગ્યા મળી છે. એટલે કે હર્ષા ભોગલેની ટીમમાં રોહિત કે કોહલીને સ્થાન મળ્યું નથી.
આ પણ વાંચોઃ ધોનીનું 'બ્રહ્માસ્ત્ર' બનેલા 20 વર્ષના ખેલાડીનું ભાગ્ય પલટાયું, નેશનલ ટીમમાં મળી તક
મેથ્યૂ હેડનની ટીમમાં એમએસ ધોની બન્યો કેપ્ટન
હવે વાત કરીએ મેથ્યૂ હેડનની, જેણે સ્ટાર સ્પોર્ટ્સમાં પોતાની ટીમ વિશે વાત કરી છે. હેડનનું કહેવું છે કે તેણે ઓપનિંગ બેટર તરીકે રુતુરાજ ગાયકવાડ અને શુભમન ગિલને રાખ્યા છે. ત્યારબાદ ત્રણ નંબર પર ફાફ ડુ પ્લેસિસ અને ચોથા નંબર પર સૂર્યાને એન્ટ્રી મળી છે. નંબર પાંચ પર કેમરૂન ગ્રીન અને છઠ્ઠા સ્થાને જાડેજા છે. તો વિકેટકીપર અને કેપ્ટન તરીકે ધોનીને સ્થાન આપ્યું છે. ત્યારબાદ રાશિદ ખાન, નૂર અહમદ, મોહમ્મદ શમી અને મોહિત શર્માને જગ્યા આપવામાં આવી છે.
આ પણ વાંચોઃ IPL 2023 માં બન્યા 10 રેકોર્ડ, જે આ લીગના ઈતિહાસમાં પહેલા ક્યારેય નથી બન્યા
કેવિન પીટરસનની બેસ્ટ પ્લેઇંગ 11
કેવિન પીટરસનની આઈપીએલ ટીમમાં ઓપનિંગ જોડી તરીકે ફાફ અને શુભમન ગિલને જગ્યા મળી છે, તો પીટરસને કોહલીને નંબર ત્રણ પર સ્થાન આપ્યું છે. નંબર ચાર પર સૂર્યકુમાર યાદવ છે. ત્યારબાદ હેનરિક ક્લાસેન અને રિંકૂ સિંહ છે. રાશિદ ખાન સાતમાં અને અક્ષર પટેલ આઠમાં સ્થાને છે. મોહમ્મદ શમી અને મથીસા પથિરાના ફાસ્ટ બોલર છે. આ ટીમમાં પણ રોહિત શર્મા નથી. ખાસ કરીને આઈપીએલ 2023માં રોહિત શર્માનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube