દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં આજે દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે મેચ રમાઈ. દિલ્હી  કેપિટલ્સે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. પહેલા બેટિંગ કરવા ઉતરેલી કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ નિર્ધારિત 20 ઓવરમાં 127 રન પર ઓલઆઉટ થઈ જતા દિલ્હી કેપિટલ્સને જીતવા માટે 128 રનનો લક્ષ્યાંક મળ્યો. જે 4 વિકેટ ગુમાવીને મેળવી લીધો. ટુર્નામેન્ટમાં આ દિલ્હીની પહેલી જીત છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિલ્હીની ઇનિંગ
કોલકાતાએ આપેલા 128 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી દિલ્હીની ટીમની શરૂઆત સારી રહી. કેપ્ટન અને ઓપનર ડેવિડ વોર્નરે 41 બોલમાં 11 ચોગ્ગાની મદદથી 57 રન કર્યા. જ્યારે મનિષ પાંડે 23 બોલમાં 21 રન કરીને આઉટ  થયો.  આ સિવાય કોઈ ખેલાડી પીચ પર ટકી શક્યો નહીં. કોલકાતા તરફથી વરુણ ચક્રવર્તીએ 2 વિકેટ લીધી. અનુકૂલ રોયે 2 વિકેટ જ્યારે નીતિશ રાણાએ પણ એક વિકેટ લીધી. 


કોલકાતાની ઇનિંગ
કોલકતાની આખી ટીમ નિર્ધારિત 20 ઓવરમાં 127 રન કરીને ઓલઆઉટ થઈ ગઈ. સૌથી વધુ રન ઓપનર જેસન રોયે 39 બોલમાં 43 રન કર્યા. જ્યારે આંદ્રે રસેલે 31 બોલમાં 38 રન કર્યા. આ સિવાય કોઈ પણ બેટર વધુ સ્કોર કરી શક્યો નહીં. વેંક્ટેશ ઐય્યર અને અનુકૂલ રોય તો ખાતુ ખોલાવ્યા વગર જ પેવેલિયન ભેગા થઈ ગયા. દિલ્હીની ટીમ તરફથી ઈશાંત શર્માએ 2 વિકેટ, એનરિક નોર્તજે, અક્ષર પટેલ, કુલદીપ યાદવે પણ 2-2 વિકેટ અને મુકેશ કુમારે એક વિકેટ લીધી. ધારદાર બોલિંગના પગલે કોલકાતાની ટીમ 127 રનથી આગળ વધી શકી નહીં અને દિલ્હી કેપિટલ્સની જીતવા માટે 128 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube