IPL 2023માં ઇલેક્ટ્રિશિયનના પુત્રએ બેટથી તબાહી મચાવી, ટીમ ઇન્ડિયાને મળી ગયો ભાવિષ્યનો સ્ટાર બેટર
Team India Cricketer: IPL 2023 માં મુંબઈ ઈન્ડિયન્સે પોતાની પરંપરાને જાળવી રાખતા પ્રથમ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. મુંબઈની શરૂઆત ખરાબ રહી હતી, પરંતુ તેના એક બેટરે વિસ્ફોટક ઈનિંગ રમીને દરેકનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું છે.
બેંગલુરૂઃ RCB vs MI, IPL 2023: IPL 2023 નો માહોલ જામી ગયો છે. મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે રવિવારે રમાયેલી આઈપીએલ 2023ની મેચમાં ટીમ ઈન્ડિયાને પોતાના ભવિષ્યનો સ્ટાર બેટર મળી ગયો છે. રોયલ ચેલેન્જર્સ બેંગલોર વિરુદ્ધ આઈપીએલ 2023ની મેચમાં એક ઈલેક્ટ્રિશિયનના પુત્રએ બેટથી એવો કમાલ કર્યો, જેણે વર્લ્ડ ક્રિકેટમાં સનસની મચાવી દીધી છે. મુંબઈ ઈન્ડિયન્સ માટે આઈપીએલ 2023માં તોફાની તેવર દેખાડનાર આ ઈલેક્ટ્રિશિયનના પુત્રની ચારે તરફ ચર્ચા થઈ રહી છે.
IPL 2023 માં ઇલેક્ટ્રિશિયનના પુત્રએ બેટથી તબાહી મચાવી
રવિવારના રોજ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે રમાયેલી આઈપીએલ 2023 મેચમાં એક સમયે, મુંબઈ ઈન્ડિયન્સ 5.2 ઓવરમાં 20 વિકેટે 3 રન હતા અને તેમની સ્થિતિ ખૂબ જ નાજુક હતી. આ પછી, ક્રિઝ પર ઇલેક્ટ્રિશિયનનો પુત્ર તિલક વર્મા મુંબઈ ઇન્ડિયન્સ માટે 5માં નંબર પર બેટિંગ કરવા ઉતરે છે. મુશ્કેલ પરિસ્થિતિઓમાં તકનો લાભ ઉઠાવતા, તિલક વર્માએ મુંબઈ ઈન્ડિયન્સ માટે 5માં નંબર પર 46 બોલમાં 84 રનની વિસ્ફોટક ઈનિંગ રમી હતી. તિલક વર્માની ઇનિંગમાં 9 ફોર અને 4 સિક્સ સામેલ હતી.
આ પણ વાંચોઃ આજે ચેન્નાઈ અને લખનૌ વચ્ચે કાંટાની ટક્કર, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો લાઈવ મેચ
ટીમ ઈન્ડિયાને મળી ગયો ભવિષ્યનો સ્ટાર બેટર
તિલક વર્માની આ વિસ્ફોટક ઈનિંગની ખુબ ચર્ચા થઈ રહી છે. તિલક વર્માને ટીમ ઈન્ડિયાનો ભવિષ્યનો સ્ટાર બેટર ગણવામાં આવી રહ્યો છે, કારણ કે 20 રનમાં ત્રણ વિકેટ પડ્યા બાદ આવી વિસ્ફોટક ઈનિંગ દરેક બેટર રમી શકતો નથી. તિલક વર્માએ નેહલ વઢેરા (13 બોલ પર 21 રન) ની સાથે પાંચમી વિકેટ માટે 50 રન અને અરશદ ખાન (13 બોલમાં 21 રન) ની સાથે સાતમી વિકેટ માટે 17 બોલમાં 48 રનની ભાગીદારી કરી હતી.
આ પણ વાંચોઃ પાણીમાં ડૂબી ગયા 17.50 કરોડ, આ ફ્લોપ ખેલાડીએ પોતાના દમ પર ડુબાડી મુંબઇની નૈયા
ઇલેક્ટ્રિશિયન પિતા પુત્રનું સ્વપ્ન સાકાર કરી શક્યા નહીં
20 વર્ષીય તિલક વર્માને IPL 2022ની મેગા ઓક્શનમાં મુંબઈ ઈન્ડિયન્સે 1.7 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. સનરાઈઝર્સ હૈદરાબાદ, રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ જેવી ટીમોએ પણ વર્માને રૂ. 20 લાખની બેઝ પ્રાઈઝ સાથે ખરીદવા માટે બોલી લગાવી હતી. તિલક વર્માના પિતા વ્યવસાયે ઇલેક્ટ્રિશિયન હતા. તે આર્થિક રીતે એટલો નબળો હતો કે તે પોતાના પુત્રનું સપનું પૂરું કરી શક્યો ન હતો. તિલક વર્માના પિતા નંબુરી નાગરાજુ તેમના પુત્રને ક્રિકેટ એકેડમીમાં મોકલવાની સ્થિતિમાં ન હતા, પરંતુ તેમના કોચ સલામ બાયશે તેમનો તમામ ખર્ચ ઉઠાવ્યો, જેના આધારે તેઓ આજે આ જગ્યાએ પહોંચ્યા છે. તિલક વર્માને આ સ્થાને લઈ જવાનો શ્રેય તેમના કોચ સલામ બૈશને જાય છે. તિલક વર્માએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેમના કોચ સલામ બૈશે તેમને કોચિંગ સિવાય જરૂર પડ્યે તેમના ઘરે ખાવાનું અને રહેવાની જગ્યા આપી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube