ગુજરાત ટાઈટન્સ વિરુદ્ધ ફાઈનલ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સને છેલ્લા બે બોલે ફટકા મારીને જીતાડનારા સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ સાબિત કર્યું કે કેમ પૂર્વ દિગ્ગજ શેન વોર્ને તેમને રોકસ્ટારનું નામ આપ્યું હતું. છેલ્લી ઓવર સુધી ચાલેલી આ મેચમાં જાડેજાએ મોહિત શર્માની ઘાતક બોલિંગમાં એક છગ્ગો અને એક ચોગ્ગો ફટકારીને સીએસકેને પાંચમી આઈપીએલ ટ્રોફી જીતાડી. મેચ બાદ તેમની પત્ની રીવાબાએ જો કે જે કર્યું તેનાથી ફેન્સ જ નહીં પરંતુ દેશવાસીઓના તેમણે મન જીતી લીધા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાડેજાના પત્ની રીવાબા ધારાસભ્ય પણ છે. તેઓ સીએસકે ટીમના બાકી ખેલાડીઓના પરિવાર સાથે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હાજર હતા. જેવા જાડેજાએ 20મી ઓવરની છેલ્લી બોલ પર ચોગ્ગો માર્યો કે સ્ટેન્ડમાં બેઠેલા રીવાબા ઝૂમી ઉઠ્યા. 



ત્યારબાદ મેચ પ્રેઝન્ટેશન પૂરું થતા ખેલાડીઓના પરિવારના તમામ લોકો મેદાન પર આવવા લાગ્યા તો રીવાબા પણ પુત્રી સાથે મેદાન પર પહોંચ્યા. પતિને સામે જોઈને રીવાબાએ સૌથી પહેલા તેમને પગે લાગ્યા. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ગયો. 


ગુજરાતના જામનગરના એમએલએ રીવાબાને જાડેજાના પગે લાગતા જોઈને લોકોએ તેમના ખુબ વખાણ કર્યા. ભારતના અનેક ભાગોમાં પત્ની પતિને પગે લાગવાની પરંપરા વર્ષોથી ચાલતી આવી છે. જેને આજે પણ અનેક લોકો નિભાવે છે. 


73 મેચો બાદ આઈપીએલ 2023નું ગઈ  કાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સમાપન થયું. ફાઈનલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે મુકાબલો થયો હતો.