નવી દિલ્હીઃ ગુજરાત ટાઈટન્સે રાશિદ ખાન અને મોહમ્મદ શમીની શાનદાર બોલિંગ બાદ સાઈ સુદર્શનની અડધી સદીની મદદથી દિલ્હી કેપિટલ્સને 6 વિકેટે પરાજય આપી ટૂર્નામેન્ટમાં સતત બીજી જીત મેળવી છે. આ જીત સાથે ગુજરાત ટાઈટન્સની ટીમ પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી દિલ્હી કેપિટલ્સની ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 162 રન બનાવી શકી હતી. 
જેના જવાબમાં ગુજરાત ટાઈટન્સે 18.1 ઓવરમાં 163 રન બનાવી લક્ષ્ય હાસિલ કરી લીધો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાંઈ સુદર્શનની શાનદાર અડધી સદી
ગુજરાત તરફથી યુવા બેટર સાંઈ સુદર્શને 48 બોલમાં ચાર ફોર અને બે સિક્સ સાથે અણનમ 62 રન ફટકાર્યા હતા. મિલર અને સાંઈ સુદર્શન વચ્ચે પાંચમી વિકેટ માટે 56 રનની વિજયી ભાગીદારી થઈ હતી. ડેવિડ મિલર 16 બોલમાં 2 ચોગ્ગા અને બે છગ્ગા સાથે 31 રન બનાવી અણનમ રહ્યો હતો. ગુજરાતના બંને ઓપનર શુભમન ગિલ અને રિદ્ધિમાન સાહા 14-14 રન બનાવી નોર્ત્જેની ઓવરમાં બોલ્ડ થયા હતા. 


કેપ્ટન હાર્દિક પંડ્યા માત્ર 5 રન બનાવી આઉટ થયો હતો. વિજય શંકરે 23 બોલમાં ત્રણ ચોગ્ગા સાથે 29 રન ફટકાર્યા હતા. દિલ્હી તરફથી નોર્ત્જેએ બે અને મિચેલ માર્શે એક વિકેટ લીધી હતી. 


આ પણ વાંચોઃ ગુજરાત ટાઈટન્સની ટીમની મોટી જાહેરાત, વિલિયમસનના સ્થાને આ સ્ટાર ખેલાડી થયો સામેલ


દિલ્હી કેપિટલ્સની ખરાબ શરૂઆત
પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી દિલ્હી કેપિટલ્સની શરૂઆત ખરાબ રહી હતી. ઓપનર પૃથ્વી શો 7 રન બનાવી ત્રીજી ઓવરમાં આઉટ થઈ ગયો હતો. ત્યારબાદ મિચેલ માર્શ પાંચમી ઓવરમાં માત્ર 4 રન બનાવી મોહમ્મદ શમીનો શિકાર બન્યો હતો. દિલ્હીએ પાવરપ્લેમાં બે વિકેટ ગુમાવી 52 રન બનાવ્યા હતા. 


દિલ્હીને ડેવિડ વોર્નરના રૂપમાં ત્રીજો ઝટકો લાગ્યો હતો. વોર્નર 37 રન બનાવી અલ્ઝારી જોસેફનો શિકાર બન્યો હતો. રાઇલી રૂસો ખાતું ખોલાવ્યા વગર જોસેફની ઓવરમાં આઉટ થયો હતો. સરફરાઝ ખાન 34 બોલમાં 2 ચોગ્ગા સાથે 30 રન બનાવી આઉટ થયો હતો. અભિષેક પોરેલે 20 રનનું યોગદાન આપ્યું હતું. અક્ષર પટેલે 22 બોલમાં ત્રણ સિક્સ અને બે ચોગ્ગા સાથે 32 રન બનાવ્યા હતા. 


ગુજરાત તરફથી મોહમ્મદ શમી અને રાશિદ ખાને ત્રણ ત્રણ વિકેટ ઝડપી હતી. આ સિવાય અલ્ઝારી જોસેફને બે સફળતા મળી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube