Hardik Pandya On Yash Dayal Health: આઈપીએલની 13મી મેચમાં કેકેઆરના રિંકુ સિંહે ગુજરાત ટાઈટન્સના ફાસ્ટ બોલર યશ દયાલની એક જ ઓવરમાં 5 છગ્ગા ફટકારીને પોતાની ટીમને જીતાડી હતી. યશ દયાલે આ મેચ દરમિયાન 4 ઓવરના પોતાના સ્પેલમાં 69 રન આપ્યા હતા અને કોઈ વિકેટ પણ મળી નહતી. આ મેચ બાદથી જ યશ દયાલ આઈપીએલમાં એક પણ મેચ રમતો જોવા મળી રહ્યો નથી. આવામાં ગુજરાત ટાઈટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ યશ દયાલ અંગે મોટો ખુલાસો કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યશ દયાલને લાગ્યો છે ઊંડો આઘાત
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023 (IPL 2023) ની 35મી મેચ ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં યશ દયાલને રમવાની તક મળી નહતી. મેચ બાદ ગુજરાત ટાઈટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ જણાવ્યું કે યશ દયાલ હાલ બીમાર છે. તેનું વજન પણ 8થી 9 કિલોગ્રામ જેટલું ઓછું થઈ ગયું છે. હાર્દિક પંડ્યાએ કહ્યું કે કેકેઆર વિરુદ્ધ રમાયેલી મેચ બાદ છેલ્લા 10 દિવસથી યશ બીમાર છે. તેનું વજન આઠ થી 9 કિલો જેટલું ઘટી ગયું છે. જો કે તે ખુબ મહેનત કરી રહ્યો છે. જલદી તેની વાપસી થશે. 


મેચની છેલ્લી ઓવરે પલટી નાખ્યું પરિણામ
9 એપ્રિલના રોજ કોલકાતા નાઈટ રાઈડર્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રૂવાડાં ઉભા કરી નાખે તેવી અત્યંત રોમાંચક મેચ રમાઈ હતી. આ મેચમાં કોલકાતાને છેલ્લી ઓવરમાં 29 રન કરવાના હતા. છેલ્લી ઓવર માટે યશ દયાલની પસંદગી થઈ. પહેલા બોલ પર ઉમેશે સિંગલ રન લઈને રિંકુને સ્ટ્રાઈક આપી. રિંકુએ ત્યારબાદ સળંગ 5 છગ્ગા ફટકારતા કોલકાતાને જીત અપાવી. આ ઓવરમાં યશ દયાલે કુલ 31 રન આપ્યા અને હાર માટે મોટો જવાબદાર બની ગયો. 


ગુજરાત ટાઈટન્સનો આ ખેલાડી છે ડેથ ઓવરનો 'માસ્ટર', બોલરોના હાજા ગગડાવે છે


WTC Final માટે ટીમ ઈન્ડિયાની થઈ જાહેરાત, ઐય્યરની જગ્યાએ આ ધાકડ ખેલાડીની વાપસી


Team India ના આ સ્ટાર ખેલાડીનો જાહેરમાં માફી માંગતો Video Viral! મેચ દરમિયાન કર્યું


માતાએ પણ છોડ્યું હતું ભોજન
રિંકુ સિંહએ પાંચ છગ્ગા ફટકાર્યા બાદ ઘરમાં જ્યાં એક બાજુ તેના ઘરમાં જશ્નનો માહોલ બની ગયો ત્યાં યુપીના તેના સાથે યશ દયાલના ઘરમાં આલમ એ હતો કે તેની માતાએ ખાવાનું છોડી દીધુ હતું. માતા રાધા દયાલ તો બેભાન થઈ ગયા હતા અને તેમણે ખાવા પીવાનુ છોડી દીધુ હતું. જો કે પરિવારના સભ્યોએ સમજાવ્યું તો તેઓ માની ગયા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube