નવી દિલ્હીઃ Watch IPL 2023 Free On JioCinema: Reliance Jio હાલમાં જાણકારી આપી છે કે ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023 (IPL)ને JioCinema પર લાઇસ સ્ટ્રીમ કરવામાં આવશે. Indian Premier League 2023 ની શરૂઆત 31 માર્ચથી થશે. ગુજરાત ટાઈટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ સાથે પ્રથમ મેચ રમાશે. આઈપીએલની તમામ મેચને 4K રેઝોલુશન (UltraHD)માં ઓનલાઇન સ્ટ્રીમ કરવામાં આવશે. નોંધનીય છે કે અત્યાર સુધી દેશમાં માત્ર Disney+ Hotstar પર જ આઈપીએલ સ્ટ્રીમિંગ થતું હતું અને મેચ જોવા માટે સબ્સક્રિપ્શન હોવું જરૂરી હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

FIFA World Cup 2022 Multicam ફીચરની જેમ જિયોસિનેમા (JioCinema) પર પણ યૂઝર્સ દરેક 74 મેચ દરમિયાન મલ્ટીપલ કેમેરા એંગલ વચ્ચે સ્વિચ કરી શકશે. જિયોફોન યૂઝર્સ આઈપીએલ 2023ને ફ્રી જોઈ શકે છે કારણ કે આ ફીચર ફોનમાં JioCinema સપોર્ટ પહેલાથી હાજર છે. 


એપ દ્વારા યૂઝર્સ ફોન પર જ સ્કોર અને પિચ હીટ મેચ જેવા આંકડાને ચેક કરી શકશે. જ્યારે મોટી સ્ક્રીન એટલે કે ટીવી પર મેચ જોઈ રહેલ યૂઝર્સ મેચની સાથે-સાથે તમામ જાણકારી પણ જોઈ શકશે. 


આ પણ વાંચો- શાનદાર પ્રદર્શન છતાં ખરાબ થઈ જશે આ 3 ખેલાડીઓનું કરિયર! નથી મળતી ટીમમાં જગ્યા


12 ભાષાઓમાં મળશે મેચ સ્ટ્રીમિંગની મજા
JioCinema યૂઝર્સ 12 ભાષાઓમાં મેચને સ્ટ્રીમ કરી શકશે. યૂઝર્સ અંગ્રેજી, તમિલ, હિન્દી, તેલુગૂ, મરાઠી, ગુજરાતી, બંગાળી અને ભોજપુરી સહિત ઘણી બીજી ભાષાઓમાં મેચની મજા માફી શકશે. ભાષાની વચ્ચે સ્વિચ કરવાથી ન માત્ર કોમેન્ટ્રી બદલાઈ જશે પરંતુ ગ્રાફિક્સ અને આંકડા પણ પસંદ કરેલી ભાષામાં જોવા મળશે. 


રિલાયન્સ જિયો દ્વારા જલદી ચર્ચિત જિયો મીડિયા કેબલ એક્સેસરી (Jio Media Cable Accessory) પણ લોન્ચ કરવાની આશા છે. આ કેબલ એક્સેસરી દ્વારા લોક પોતાના ફોનનો ઉપયોગ કર્યાં વગર HDMI પોર્ટવાળા નોન-સ્માર્ટ ટીવી પર મેચ સ્ટ્રીમ કરી શકશે. પરંતુ અત્યાર સુધી રિલાયન્સ તરફથી આ વિશે કોઈ જાણકારી આપવામાં આવી નથી. પરંતુ રિપોર્ટ્સમાં જાણવા મળ્યું કે કંપની જિયો ડ્રાઇવ નામથી સસ્તો વર્ચુઅલ રિયલિટી હેડસેટ અને Jio Glass નામના વર્ચુઅલ રિયલટી ગ્લાસેજ પર કામ કરી રહી છે. આ ડિવાઇસની સાથે યૂઝર્સ આઈપીએલની મજા 360 ડિગ્રી ફોર્મેટમાં લઈ શકશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube