KKR vs PBKS: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2023) ની 53મી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાઈ હતી. કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં બંને ટીમો સામસામે આવી હતી. આ સિઝનમાં બીજી વખત બંને ટીમો વચ્ચે ટક્કર જોવા મળી હતી. પ્રથમ મેચમાં પંજાબ કિંગ્સની ટીમનો વિજય થયો હતો. તો બીજી તરફ, આ મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે જીત નોંધાવીને બરાબરી કરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

છેલ્લા બોલ પર જીતી KKR ટીમ 
કોલકાતા નાઈટ રાઈડર્સને આ મેચ જીતવા માટે 180 રન બનાવવાના હતા. પરંતુ કોલકાતાએ આ મેચ જીતવા માટે છેલ્લા બોલ પર 2 રન બનાવવાના હતા. એટલા માટે રિંકુ સિંહ ફરી એકવાર ટીમ માટે હીરો સાબિત થયો અને છેલ્લા બોલ પર ચોગ્ગો ફટકારીને પોતાની ટીમને જીત અપાવી. કોલકાતા તરફથી આ મેચમાં નીતિશ રાણાએ 51 રન, આન્દ્રે રસેલે 42 રન અને જેસન રોયે 38 રનની શાનદાર ઇનિંગ રમી હતી.


નખ કાપવા માટે છે આ સૌથી શુભ દિવસ, રવિવારે નખ કે વાળ કાપતા હો તો રહેજો સાવચેત
Shani Shukra Yuti: મિત્ર ગ્રહોની યુતિ ચમકાશે આ લોકોની કિસ્મત, બેંક એકાઉન્ટ ઉભરાશે
શું તમારી સાથે પણ ઘટે છે આવી ઘટનાઓ? કુંડળીના સૌથી ખતરનાક દોષના છે આ લક્ષણો! સાચવજો


શિખર ધવને કેપ્ટનશિપ ઇનિંગ રમી
વરુણ ચક્રવર્તી અને હર્ષિત રાણાની ધારદારબોલિંગ છતાં, પંજાબ કિંગ્સે કેપ્ટન શિખર ધવનની અડધી સદી અને નીચલા ક્રમના ઉપયોગી યોગદાનથી કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામે સાત વિકેટે 179 રન બનાવ્યા હતા. ધવને 47 બોલમાં નવ ચોગ્ગા અને એક છગ્ગા સાથે 57 રનની ઇનિંગ રમવા ઉપરાંત જીતેશ શર્મા (21) સાથે ચોથી વિકેટ માટે 53 રન જોડ્યા હતા. શાહરૂખ ખાન (આઠ બોલમાં અણનમ 21), હરપ્રીત બરાર (નવ બોલમાં અણનમ 17) અને ઋષિ ધવને (11 બોલમાં 19 રન) છેલ્લામાં ધમાકેદાર ઇનિંગ્સ રમીને ટીમનો સ્કોર 180 રનની નજીક પહોંચાડ્યો હતો.


કોલકાતાના બોલરોએ મચાવી ધમાલ
ધવને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી વરુણ ચક્રવર્તીએ 26 રનમાં ત્રણ વિકેટ લીધી હતી. આ સાથે જ હર્ષિતે 33 રનમાં બે વિકેટ ઝડપી હતી. આ મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે નિયમિત અંતરે વિકેટ લઈને પંજાબને મોટી ભાગીદારી કરતા અટકાવ્યું હતું.


Vastu Tips: ઘરના દરવાજે લગાવેલી આ વસ્તુઓ નસીબના દ્વાર ખોલશે, ઘરમાં વધશે સુખ સમૃદ્ધિ
પૂર્વ જન્મની માન્યતા શું છે? યાદ ન રહેવા પાછળ છે ધાર્મિક-વૈજ્ઞાનિક કારણો

કેમ દુનિયાભરમાં કેળાનો આકાર વાંકોચૂકો હોય છે, કારણ જાણી મગજ ફરી જશે


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube