ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023ની નવમી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુને 81 રનથી હરાવી દીધુ. બેંગ્લુરુને જીત માટે 205 રનનો વિશાળ ટાર્ગેટ મળ્યો હતો. જેની સામે ફાફ ડુબ્લેસિસની ટીમ સાવ લાચાર જોવા મળી. કોલકાતાની જીતમાં શાર્દુલ ઠાકુરની મહત્વની ભૂમિકા રહી જેણે 68 મહત્વના રન કર્યા હતા. કોલકાતા નાઈટ રાઈડર્સ પોતાના ઘરમાં 1438 દિવસ બાદ કોઈ આઈપીએલ મેચ રમવા મેદાનમાં ઉતરી હતી. નીતિશ રાણાની ટીમની સામે ઘર આંગણે જીત મેળવવાનો મોટો પડકાર હતો. મુકાબલો જીતના રથ પર સવાર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે હતો. પરંતુ બોલીવુડ અભિનેતા અને કેકેઆરના સહ માલિક શાહરૂખ ખાનની હાજરીમાં ટીમે ગજબનું પ્રદર્શન કર્યું. ઐતિહાસિક ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં કેકેઆરએ આરસીબીના ભૂક્કા કાઢી નાખ્યા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેકેઆરએ આઈપીએલની 9મી મેચમાં સિતારાઓથી સજેલી આરસીબીની ટીમને હરાવીને હાલની સીઝનમાં 2 મેચોમાં પહેલી જીત મેળવી. કેકેઆરની આ જીતમાં શાર્દુલ ઠાકુર અને રિંકુ સિંહ બાદ તેમના સ્પિનર્સ પણ હીરો રહ્યા જેમણે આરસીબી પર શરૂઆતથી લગામ કસવાની શરૂ કરી દીધી હતી અને અંત સુધી જાળવી રાખી. વરુણ ચક્રવર્તી (4 વિકેટ), સુનીલ નારાયણ (2), ડેબ્યુટન્ટ સુયશ શર્મા (3 વિકેટ) એ ઈડન ગાર્ડન્સમાં પોતાની ફિરકીની જાળમાં આરસીબીના માધાંતાઓને સરળતાથી જકડી લીધા. કેકેઆર તરફથી અપાયેલું 205 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી આરસીબીની ટીમ 17.4 ઓવરમાં માત્ર 123 રન કરી શકી અને 81 રનથી મેચ હારી ગઈ. બંને ટીમોનો આઈપીએલમાં આ 32મો મુકાબલો હતો. કેકેઆર 18માં વિજયી થઈ છે જ્યારે આરસીબીએ 14 મેચમાં જીત મેળવી છે. કોલકાતામાં આરસીબી સામે કેકેઆરની આ 12માંથી 7મી જીત છે. 


યુઝવેન્દ્ર ચહલની ગુગલી સામે મલિંગાનો યોર્કર ફેલ, તૂટી ગયો મહારેકોર્ડ


આઈપીએલના રંગારંગ પ્રારંભ વચ્ચે ચોરોએ કર્યો મોટો કાંડ, અમદાવાદમાં 150 ફોનની ચોરી


એકમાત્ર વિદેશી ખેલાડી, જે ભારત તરફથી ક્રિકેટ રમ્યા અને પોતાનો દેશ છોડી ભારતના નાગરિક


આરસીબી માટે કેપ્ટન ફાફ ડુ પ્લેસીએ સૌથી ધુ 23 રન કર્યા. જ્યારે વિરાટ કોહલી 21 રન કરીને આઉટ થયા. માઈકલ બ્રેસવેલે 19 રનનું યોગદાન આપ્યું. ડેવિડ વિલી 10 રન કરીને આઉટ થયો. દિનેશ કાર્તિક 9 રન બનાવીને પેવેલિયન ભેગો થયો. જ્યારે ગ્લેન મેક્સવેલ 5 રન કરીને આઉટ થઈ ગયો હતો. 


KKR એ 7 વિકેટે 204 રન કર્યા
કોલકાતા નાઈટ રાઈડર્સએ રહમનુલ્લાહ ગુરબાઝ (57 રન) બાદ શાર્દુલ ઠાકુરના તોફાની 68 રન અને રિંકુ સિંહના 46 રનની મદદથી 7 વિકેટના ભોગે 204 રનનો વિશાળ સ્કોર ઊભો કર્યો. કેકેઆરની 12મી ઓવરમાં પાંચ વિકેટ પર 89 રનનો સ્કોર હતો. ત્યારબાદ રિંકુ અને ઠાકુરે 47 બોલમાં છઠ્ઠી વિકેટ માટે શતકીય ભાગીદારી કરી અને ટીમને 200 રન નજીક પહોંચાડી. ઠાકુરે સંકટમોચનની ભૂમિકા ભજવતા 29 બોલમાં 9 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી આઈપીએલમાં પોતાની પહેલી અડધી સદી ફટકારી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube