RCB vs LSG Possible Playing11: IPLમાં આજે રાત્રે (1 મે) લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચે ટક્કર થશે. આ સિઝનમાં અત્યાર સુધી લખનૌની ટીમ તેની આઠમાંથી પાંચ મેચ જીતી ચૂકી છે. આ સાથે જ બેંગલોરની ટીમને આઠમાંથી ચાર જીત મળી છે. બંને ટીમોનું પ્રદર્શન અત્યાર સુધી લગભગ સમાન રહ્યું છે. આવી સ્થિતિમાં આજની મેચમાં પણ બરાબરીનો મુકાબલો જોવા મળશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ બંને ટીમો આ સિઝનમાં અગાઉ પણ આમને-સામને રહી ચૂકી છે. 10 એપ્રિલે રમાયેલી મેચમાં લખનૌએ RCB સામે છેલ્લા બોલે 213 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. લખનૌએ એક વિકેટથી આ રોમાંચક જીત નોંધાવી હતી. 


લખનૌની પિચ રિપોર્ટ
લખનૌના અટલ બિહારી વાજપેયી એકના ક્રિકેટ સ્ટેડિયમની પીચ બોલરોને વધુ મદદગાર રહી છે. અહીં આ સિઝનમાં પ્રથમ બેટિંગ કરનારી ટીમનો સરેરાશ સ્કોર માત્ર 152 રહ્યો છે. આઈપીએલના અન્ય તમામ સ્થળોની સરખામણીએ આ પીચ પર સૌથી ઓછા રન બનાવવામાં આવી રહ્યા છે. આજની મેચમાં પણ પિચમાં કોઈ ફેરફાર જોવા મળશે નહીં. પિચ ધીમી હશે અને સ્પિનરોને અહીં સારો ટર્ન મળશે.


આ પણ વાંચો:
The Kerala Story પર ભડક્યા CM પિનરાઈ વિજયન, આરએસએસ પર કર્યો પ્રહાર, કહ્યું આ ફિલ્મ
અંબાલાલે કહ્યું; આ આગાહીથી બચીને રહેજો, જાણો ક્યારે આવશે વાવાઝોડું? ક્યાં મચશે તબાહી
કર્ણાટકમાં પીએમ મોદીની સુરક્ષામાં ચૂક! ફૂલની સાથે ફેંકવામાં આવ્યો મોબાઇલ, જુઓ Video


બંને ટીમોના સંભવિત પ્લેઇંગ-11


રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (પ્રથમ બેટિંગ): વિરાટ કોહલી (કેપ્ટન), ફાફ ડુપ્લેસીસ, મહિપાલ લોમરોર, ગ્લેન મેક્સવેલ, શાહબાઝ અહેમદ, દિનેશ કાર્તિક, સુયશ પ્રભુદેસાઈ, વનિન્દુ હસરંગા, વિજયકુમાર વૈશાક, જોસ હેઝલવુડ, મોહમ્મદ સિરાજ. 


ઈમ્પેક્ટ પ્લેયરઃ હર્ષલ પટેલ/ફાફ ડુપ્લેસીસ


રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (પ્રથમ બોલિંગ): વિરાટ કોહલી (કેપ્ટન), મહિપાલ લોમરોર, ગ્લેન મેક્સવેલ, શાહબાઝ અહેમદ, દિનેશ કાર્તિક, સુયશ પ્રભુદેસાઈ, વનિન્દુ હસરંગા, વિજયકુમાર વૈશાક, જોસ હેઝલવુડ, મોહમ્મદ સિરાજ, હર્ષલ પટેલ. 


ઈમ્પેક્ટ પ્લેયરઃ ફાફ ડુપ્લેસીસ/હર્ષલ પટેલ


લખનઉ સુપર જાયન્ટ્સ (પ્રથમ બેટિંગ): કેએલ રાહુલ (કેપ્ટન), કાયલ મેયર્સ, આયુષ બદાઉની, માર્કસ સ્ટોઈનીસ/ક્વિન્ટન ડિકોક, નિકોલસ પૂરન, કૃણાલ પંડ્યા, દીપક હુડા, નવીન-ઉલ-હક, રવિ બિશ્નોઈ, અવેશ ખાન, યશ ઠાકુર. 


ઈમ્પેક્ટ પ્લેયર્સ: અમિત મિશ્રા/કાઈલ મેયર્સ


લખનૌ સુપર જાયન્ટ્સ (પ્રથમ બોલિંગ): કેએલ રાહુલ (કેપ્ટન), આયુષ બદૌની, માર્કસ સ્ટોઇનિસ/ક્વિન્ટન ડિકોક, નિકોલસ પૂરન, કૃણાલ પંડ્યા, દીપક હુડા, નવીન-ઉલ-હક, રવિ બિશ્નોઈ, અવેશ ખાન, યશ ઠાકુર, અમિત મિશ્રા. 


ઈમ્પેક્ટ પ્લેયર્સ: કાયલ મેયર્સ/અમિત મિશ્રા


આ પણ વાંચો:
અમદાવાદના આ વિસ્તારોમાં પડ્યો ચોમાસા જેવો ધોધમાર વરસાદ, અનેક વિસ્તારમાં ટ્રાફિક જામ
કોણ બનશે કર્ણાટકનો કિંગ? ભાજપ-કોંગ્રેસનો આક્રમક પ્રચાર, એકબીજા પર વાર-પલટવાર 
રાશિફળ 01 મે: આ 4 રાશિવાળાને ગ્રહ ગોચર કરાવશે અઢળક લાભ, ભોળાનાથની પણ અપાર કૃપા રહેશે
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ
 : facebook | twitter | youtube