IPL 2023 Opening Ceremony: ક્રિકેટના રસિકો જે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એ આઈપીએલની સિઝન આજથી શરૂ થઈ જશે. IPL 2023ની શરૂઆત ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ અને ચાર વખતની ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેની ટક્કરથી થશે.  IPL 2023ની પ્રથમ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સનો મુકાબલો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ સામે થશે. TATA ઈન્ડિયન પ્રીમિયર લીગની 16મી આવૃત્તિનો આજે ઉદઘાટન સમારોહ યોજાશે. જેમાં રશ્મિકા મંદન્ના, તમન્ના ભાટિયા, અરિજિત સિંહ, કેટરિના કૈફ અને ટાઈગર શ્રોફ જેવા જાણીતા કલાકારો અને સિંગર IPL 2023 ની ઓપનિંગ સેરેમનીમાં પરફોર્મ કરવાના અહેવાલ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


આ પહેલીવાર છે જ્યારે IPLની તમામ મેચો કોઈપણ પ્લેટફોર્મ પર મફતમાં જોવા માટે ઉપલબ્ધ હશે. 'Jio Cinema' એપ પર હિન્દી, અંગ્રેજી તેમજ અન્ય ભારતીય ભાષાઓમાં સ્ટ્રીમિંગ ઉપલબ્ધ થશે અને તે સંપૂર્ણપણે ફ્રી પણ હશે. IPL મેચોના ટેલિવિઝન પ્રસારણ અધિકારો સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પાસે છે. આ નેટવર્કની વિવિધ ચેનલો પર IPL મેચોનું લાઈવ ટેલિકાસ્ટ થશે. જો કે, યુઝર્સે આ માટે ચૂકવણી કરવી પડશે. ડિશ ટીવીથી લઈને ટાટા સ્કાય સુધીના દરેક પ્લેટફોર્મ પર સ્ટાર સ્પોર્ટ્સની આ વિવિધ ચેનલોમાંથી એકને સબ્સ્ક્રાઇબ કરવા માટે, વ્યક્તિએ દર મહિને 10 થી 25 રૂપિયા ખર્ચવા પડશે. 


IPL 2023 Matches: Full Schedule
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023માં ક્રિકેટ ચાહકો પહેલેથી જ તેમના મનપસંદ ખેલાડીઓના પ્રદર્શનને જોવા માટે ઉત્સાહિત છે. પ્રથમ મેચ પહેલા TATA ઈન્ડિયન પ્રીમિયર લીગની ઓપનિંગ સેરેમની હશે.


IPL Opening Ceremony 2023: Date and Time
IPL 2023 ની ઓપનિંગ સેરેમની 31 માર્ચે થશે. આ ઇવેન્ટ ચેન્નાઈ સુપર કિંગ્સ vs ગુજરાત ટાઇટન્સ મેચ પહેલા યોજાશે જે સાંજે 7:30 વાગ્યે શરૂ થવાની છે.


આ પણ વાંચો:
રામનવમી પર અનેક ઠેકાણે શોભાયાત્રાઓ પર હુમલો, આજે જુમ્મા પર પોલીસનું અલર્ટ
'શોભાયાત્રામાં જેણે પણ પથ્થર ફેંક્યા છે તે બીજી વાર ક્યારેય પથ્થર તરફ જોશે પણ નહીં'
રાશિફળ 31 માર્ચ: આ જાતકોને આજે દરેક કાર્યમાં મળશે જીત, વિદેશથી સારા સમાચાર મળશે


IPL Opening Ceremony 2023: Venue
IPL 2023ની ઓપનિંગ સેરેમની અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે.


IPL Opening Ceremony 2023: Performers
જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, કેટલાક જાણીતા કલાકારો અને ગાયકો IPL 2023ની ઓપનિંગ સેરેમનીમાં લાઈવ પરફોર્મ કરશે. જેમાં રશ્મિકા મંદન્ના, તમન્ના ભાટિયા, અરિજીત સિંહ, કેટરિના કૈફ અને ટાઈગર શ્રોફનો સમાવેશ થાય છે.



IPL 2023 ઓપનિંગ સેરેમનીનું લાઈવ સ્ટ્રીમિંગ અને ટેલિકાસ્ટ ક્યારે અને ક્યાં જોવું?
IPL 2023 ઓપનિંગ સેરેમનીનું લાઈવ સ્ટ્રીમિંગ Jio સિનેમા એપ અને વેબસાઈટ પર ઉપલબ્ધ રહેશે. ક્રિકેટના ચાહકો સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર જીવંત પ્રસારણનો આનંદ માણી શકે છે.


મફતમાં લાઈવ મેચ કેવી રીતે જોવી?
આ મેચ જિયો સિનેમામાં પ્રસારિત થઈ રહી છે. આ એપમાં લાઈવ મેચ જોવા માટે તમારે કોઈપણ પ્રકારની ફી ચૂકવવાની જરૂર નથી. તમે તમારા ફોનમાં Jio Cinema એપ ઇન્સ્ટોલ કરીને ઈન્ડિયન પ્રીમિયર લીગની તમામ મેચો મફતમાં જોઈ શકો છો.


CSKનો આ બેટ્સમેન ગુજરાત ટાઇટન્સ સામે ઓપનિંગ કરશે!
ઈન્ડિયન પ્રીમિયર લીગની નવી સિઝનની શરૂઆત ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત  ટાઈટન્સ વચ્ચેની મેચથી થશે. મેચની પૂર્વ સંધ્યાએ જ્યારે રહાણેને રિતુરાજ ગાયકવાડ અને ડેવોન કોનવે જેવા સ્થાપિત ઓપનરોની હાજરીમાં તેની ભૂમિકા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું, 'હું હંમેશા ઓપનર રહ્યો છું. મેં હંમેશા T20 ફોર્મેટમાં ઇનિંગ્સની શરૂઆત કરી છે, તેથી મારી ભૂમિકામાં બહુ ફરક નથી. તેમ છતાં, મેનેજમેન્ટ અને કેપ્ટન મને જે કરવાનું કહે તે કરવા હું હંમેશા તૈયાર છું. મારા માટે, તે હંમેશા ટીમ છે, તેથી જ્યારે પણ મને તક મળશે હું મારું શ્રેષ્ઠ આપીશ.'


આ પણ વાંચો:
અમદાવાદના આ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ, IPL મેચ જોનારા માટે મોટા સમાચાર
BREAKING: જામનગરના ભૂમાફિયા જયેશ પટેલને ભારત લવાશે, લંડન કોર્ટનો મોટો નિર્ણય

ગૃહવિભાગ આકરા પાણીએ! મંત્રી હર્ષ સંઘવી જોરદાર બગડ્યા, 2 જિલ્લાની પોલીસ ખડકાઈ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube