PBKS vs GT IPL 2023: શુભમન ગિલ આગળ લાચાર બની ગયા પંજાબ કિંગ્સ, ગુજરાત ટાઈટન્સે છેલ્લી ઓવરમાં જીતી મેચ
ગુજરાત ટાઈટન્સે આઈપીએલ 2023ની એક રોમાંચક મેચમાં પંજાબ કિંગ્સને 6 વિકેટથી હરાવી દીધી. મોહાલીમાં રમાયેલી મેચમાં પંજાબે ગુજરાતને જીતવા માટે 154 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેને ચાર વિકેટ ગુમાવીને ગુજરાતે મેળવી લીધો.
ગુજરાત ટાઈટન્સે આઈપીએલ 2023ની એક રોમાંચક મેચમાં પંજાબ કિંગ્સને 6 વિકેટથી હરાવી દીધી. મોહાલીમાં રમાયેલી મેચમાં પંજાબે ગુજરાતને જીતવા માટે 154 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેને ચાર વિકેટ ગુમાવીને ગુજરાતે મેળવી લીધો. ગુજરાતની જીતનો હીરો ઓપનર શુભમન ગિલ રહ્યો જેણે 67 રનની શાનદાર ઈનિંગ રમી. રાહુલ તેવતિયાએ મેચની છેલ્લી ઓવરમાં પાંચમા બોલ પર ચોગ્ગો ફટકારીને ટીમને જીત અપાવી.
ગુજરાતની ઈનિંગ
154 રનનો પીછો કરવા ઉતરેલી ગુજરાત ટાઈટન્સની ટીમના ઓપનર ઋદ્ધિમાન સાહા અને શુભમન ગિલે ટીમને શાનદાર શરૂઆત અપાવી. પહેલી વિકેટ માટે 4.4 ઓવરમાં 48 રન કર્યા. સાહા 19 બોલમાં 30 રન કરીને આઉટ થયો. ત્યારબાદ સાઈ સુદર્શને મોરચો સંભાળ્યો. બીજી વિકેટ માટે 41 રન જોડાયા. સુદર્શન 20 બોલમાં 19 રન કરીને અર્શદીપની બોલિંગમાં આઉટ થયો. હાર્દિક પંડ્યા પણ જલદી આઉટ થઈ ગયો. ત્યારે ટીમ 3 વિકેટે 106 રન પર હતી. મિલર અને ગિલે 48 રનની મહત્વની ભાગીદારી કરીને જીત સુનિશ્ચિત કરી જો કે છતાં મેચ છેલ્લી ઓવર સુધી પહોંચી. ગુજરાતને સાત રનની જરૂર હતી ત્યારે સેમ કુરેને છેલ્લી ઓવર ફેંકી જેમાં પહેલા બોલે ડેવિડ મિલરે એક રન લીધો અને બીજા બોલે કુરેને શુભમન ગિલને બોલ્ડ કર્યો. જો કે છેલ્લે તેવતિયાએ ચોગ્ગો મારીને જીત અપાવી.
ફ્લાઈટમાં ભૂલેચૂકે આ 3 શબ્દો ન બોલવા, ભારે દંડની જોગવાઈ, બ્લેકલિસ્ટ પણ થઈ શકો
Viral Video: માત્ર 30 રૂપિયામાં ટેસ્ટી શાક અને 10 પૂરી આપે છે આ કપલ, જુઓ વીડિયો
દિલ્હીમાં ચાલતી કારમાં 19 વર્ષની છોકરી સાથે ગેંગરેપ, વીડિયો વાયરલ કરવાની ધમકી
પંજાબ કિંગ્સ
ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી પંજાબ કિંગ્સની શરૂઆત ખુબ ખરાબ રહી. મેચના બીજા જ બોલે પ્રભસિમરન સિંહ 0 રને આઉટ થઈ ગયો. સમયાંતરે વિકેટો પડતી રહી અને પંજાબની ટીમ નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 153 રન બનાવી શકી. ગુજરાતની ટીમને 154 રનનો લક્ષ્યાંક મળ્યો જે ગુજરાતની ટીમે મેળવીને જીત હાંસલ કરી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube