IPL 2023: પંજાબ કિંગ્સની Playing 11 માં થશે ફેરફાર, રાજસ્થાન સામે રમશે આ બે ખતરનાક ખેલાડી
IPL 2023, News: આઈપીએલમાં આજે રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે ટક્કર થવાની છે. આ મેચ આસામની રાજધાની ગુવાહાટીમાં રમાશે. એટલે કે નોર્થ ઈસ્ટના રાજ્યમાં પ્રથમવાર આઈપીએલ મેચ રમાવા જઈ રહી છે. આ મેચમાં પંજાબની ટીમમાં બે શાનદાર ખેલાડીની એન્ટ્રી થઈ શકે છે.
નવી દિલ્હીઃ IPL 2023, RR vs PBKS: સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ શાનદાર જીત બાદ રાજસ્થાન રોયલ્સ બુધવારે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં પંજાબ કિંગ્સ વિરુદ્ધ ફરી મજબૂત પ્રદર્શન કરવાના ઈરાદાથી ઉતરશે. રાજસ્થાન રોયલ્સે રવિવારે હૈદરાબાદને 72 રનથી પરાજય આપી ટૂર્નામેન્ટમાં ધમાકેદાર શરૂઆત કરી હતી. ઓપનિંગ બેટર યશસ્વી જાયસવાલ અને જોસ બટલર શાનદાર ફોર્મમાં ચાવી રહ્યાં છે. કેપ્ટન સંજૂ સેમસને પણ પ્રથમ મેચમાં અડધી સદી ફટકારી હતી. ત્યારબાદ યુઝવેન્દ્ર ચહલે ચાર વિકેટ ઝડપી હતી.
પંજાબ કિંગ્સની પ્લેઇંગ 11માં થશે મોટો ફેરફાર!
પંજાબ કિંગ્સે પણ કોલકત્તા નાઇટ રાઇડર્સ વિરુદ્ધ મોહાલીમાં ડકવર્થ લુઈસ પદ્ધતિથી સાત રનથી જીત મેળવવા દરમિયાન પોતાની બેટિંગ અને બોલિંગની ક્ષમતા રજૂ કરી હતી. જેનાથી બુધવારે ગુવાહાટીમાં રોમાંચક મુકાબલો થવાની આશા છે. આ મેચ રોયલ્સની ઘરેલૂ મેચ હશે અને પૂર્વોત્તરને પ્રથમવાર આઈપીએલ મુકાબલાની યજમાની કરવાની તક મળશે. રોયલ્સની બેટિંગમાં ડેપ્થ છે.
આ પણ વાંચોઃ નિવૃતિ બાદ પણ MS Dhoniનો જલવો બરકરાર, આવકના મામલામાં ફટકારી રહ્યાં છે ચોગ્ગા-છગ્ગા
રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ રમશે આ ખતરનાક ખેલાડી
મિડલ ઓર્ડરમાં દેવદત્ત પડિકલ અને રિયાન પરાગ સસ્તામાં આઉટ થયા હોવા છતાં, વેસ્ટ ઈન્ડિઝના શિમરોન હેટમાયર ટીમના સ્કોરને 200 રનથી આગળ લઈ ગયા હતા. રોયલ્સની બોલિંગ પણ જોરદાર દેખાઈ રહી છે. ટીમ પાસે બોલ્ટના રૂપમાં વિશ્વના સર્વશ્રેષ્ઠ ઝડપી બોલર છે. આ સિવાય બે દિગ્ગજ ભારતીય સ્પિનરો ચહલ અને રવિચંદ્રન અશ્વિન પણ ટીમનો ભાગ છે અને પંજાબની ટીમ જાણે છે કે બરસાપારા સ્ટેડિયમમાં તેમની સામે તેમનો રસ્તો આસાન નહીં હોય. પંજાબ પાસે ટોચના ક્રમમાં શિખર ધવનના રૂપમાં અનુભવી ભારતીય બેટ્સમેન છે.
લિયામ લિવિંગસ્ટોનને સામેલ કરી શકે છે પંજાબ
કિંગ્સ ઈલેવન વિસ્ફોટક બેટર લિયામ લિવિંગસ્ટોનને અંતિમ ઈલેવનમાં સામેલ કરી શકે છે. પરંતુ હજુ સુધી લિવિંગસ્ટોન રમશે કે નહીં તેની સ્થિતિ સ્પષ્ટ નથી. જો લિવિંગસ્ટોન ફિટ હશે અને આજની મેચમાં રમવા ઉતરશે તો પંજાબ માટે મોટી રાહતની વાત હશે. લિવિંગસ્ટોન પોતાની વિસ્ફોટક બેટિંગની સાથે સ્પિન બોલિંગ માટે પણ જાણીતો છે. તો સાઉથ આફ્રિકાની સિરીઝ બાદ ફાસ્ટ બોલર કગિસો રબાડા પણ ટીમ સાથે જોડાઈ ગયો છે. એટલે કે આજની મેચમાં રબાડાને પણ તક મળી શકે છે. આ સિવાય પંજાબની બોલિંગનો દારોમદાર યુવા બોલર અર્શદીપ સિંહ પર રહેશે.
આ પણ વાંચોઃ રિકી પોન્ટિંગની ભવિષ્યવાણી, બધા જોતા રહેશે આ બે ખેલાડી પોતાના દમ પર જીતાડશે વર્લ્ડકપ
ટીમ આ પ્રકારે છે
રાજસ્થાન રોયલ્સઃ સંજૂ સેમસન (કેપ્ટન), અબ્દુલ બાસિત, મુરુગન અશ્વિન, રવિચંદ્રન અશ્વિન, કેએમ આસિફ, ટ્રેન્ટ બોલ્ટ, જોસ બટલર, કેસી કરિઅપ્પા, યુઝવેન્દ્ર ચહલ, ડોનોવન ફરેરા, શિમરોન હેટમાયર, જેસન હોલ્ડર, યશસ્વી જયસ્વાલ, ધ્રુવ મેકકોરેલ, ઓબ મેકકોરી. , દેવદત્ત પડિકલ, રિયાન પરાગ, કુણાલ સિંહ રાઠોર, જો રૂટ, નવદીપ સૈની, સંદીપ શર્મા, કુલદીપ સેન, આકાશ વશિષ્ઠ, કુલદીપ યાદવ અને એડમ ઝમ્પા.
પંજાબ કિંગ્સઃ શિખર ધવન, અર્શદીપ સિંહ, બલતેજ સિંહ, રાજ બાવા, રાહુલ ચાહર, સેમ કરન, રિષિ ધવન, નાથન એલિસ, હરપ્રીત બરાર, હરપ્રીત સિંહ, વી કાવેરપ્પા, લિયામ લિવિંગસ્ટોન, મોહિત રાઢી, પ્રભરિમરન સિંહ, કગિસો રબાડા, ભાનુકા રાજપક્ષે, એમ શાહરૂખ ખાન, જિતેશ શર્મા, શિવમ સિંહ, મેથ્યૂ શોર્ટ, સિકંદર રઝા અને અથર્વ તાયડે. (Source - PTI)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube