IPL 2023: ધોનીની સેલેરી સૌથી ઓછી, રાહુલ સૌથી મોંઘો કેપ્ટન, કયા કેપ્ટનને કેટલા પૈસા મળે છે જાણો
IPL 2023 all captains salary: શું તમે જાણો છો કે ઈન્ડિયન પ્રીમિયર લીગનો સૌથી મોંઘો કેપ્ટન કોણ છે કે પછી ક્યા પ્લેયરને કેટલો પગાર મળે છે.
નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગનું કાઉન-ડાઉન શરૂ થઈ ગયું છે. કાર્યક્રમ જાહેર થઈ ગયો છે. 31 માર્ચથી ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઈટન્સ અને ચેન્નઈ સુપરકિંગ્સ વચ્ચે ઓપનિંગ મેચ રમાશે. ફ્રેન્સાઇઝીઓએ તૈયારી શરૂ કરી દીધી છે. સીનિયર્સ પ્લેયર્સ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં વ્યસ્ત છે તો બાકી ખેલાડી બેંગલુરૂમાં કેમ્પ અટેન્ડ કરી રહ્યાં છે. કાંગારૂઓ વિરુદ્ધ વનડે સિરીઝ પહેલા આઈપીએલની તૈયારીઓ શરૂ થઈ જશે. જ્યાં કેએલ રાહુલ સૌથી મોંઘો કેપ્ટન છે તો ધોનીનો પગાર સૌથી ઓછો છે.
હા તે સત્ય છે કે છેલ્લું એક વર્ષ કેએલ રાહુલ માટે ઉતાર-ચઢાવ ભર્યું રહ્યું. આઈપીએલ ઓક્શનમાં તે સૌથી હોટ પ્લેયર હતો, જેને દરેક ટીમ પોતાની સાથે જોડવા અને કેપ્ટન બનાવવામાં લાગી હતી. પરંતુ નવી ફ્રેન્ચાઇઝી લખનઉએ રાહુલને મોટી રકમ આપીને લીધો અને તેને કેપ્ટન બનાવ્યો હતો. આઈપીએલ 2023માં રાહુલની ફી 17 કરોડ રૂપિયા છે.
આ છે સૌથી મોંઘા છ કેપ્ટન
કેએલ રાહુલ (17 કરોડ, LSG)
રોહિત શર્મા (16 કરોડ, MI)
હાર્દિક પંડ્યા (15 કરોડ, GT)
સંજૂ સેમસન (14 કરોડ, RR)
શ્રેયસ અય્યર (12.25 કરોડ, KKR)
એમએસ ધોની (12 કરોડ, CSK)
ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહ્યો છે રાહુલ
આઈપીએલમાં ભલે કેએલ રાહુલનો ભાવ વધુ હોય. તેની ટીમ પહેલી સીઝનમાં ટોપ-4માં પહોંચી હતી. રાહુલનું પ્રદર્શન પણ સામાન્ય રહ્યું હતું. તેના બેટથી રન નિકળ્યા હતા, પરંતુ ત્યારબાદથી તે ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહ્યો છે. ટીમમાં તેના સ્થાનને લઈને પણ સવાલો ઉઠી રહ્યાં છે.
IPL 2023 નો કાર્યક્રમ
આ વખતે લીગ રાઉન્ડમાં 70 મેચો રમાશે જેમાં 18 ડબલ હેડરનો સમાવેશ થાય છે. ટૂર્નામેન્ટ તેના પરિચિત હોમ અને અવે ફોર્મેટમાં પાછી આવી, જેમાં તમામ 10 ટીમો સાત મેચ ઘરઆંગણે અને સાત બહાર રમી હતી. ટૂર્નામેન્ટમાં હંમેશની જેમ 2 ગ્રૂપ છે. Aમાં મુંબઈ ઈન્ડિયન્સ, રાજસ્થાન રોયલ્સ, KKR, દિલ્હી કેપિટલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ છે. ચેન્નાઈ સુપર કિંગ્સ, પંજાબ કિંગ્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ, આરસીબી, ગુજરાત ટાઈટન્સને ગ્રુપ બીમાં રાખવામાં આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube