નવી દિલ્હીઃ DC vs SRH IPL 2023 Match 40: સનરાઇઝર્સ હૈદરાબાદે દિલ્હી કેપિટલ્સને 9 રને પરાજય આપ્યો છે. આ સાથે હૈદરાબાદે આ સીઝનમાં મળેલી હારનો બદલો લઈ લીધો છે. દિલ્હીની ટીમને 198 રનનો ટાર્ગેટ મળ્યો હતો. એક સમયે દિલ્હીની ટીમ લક્ષ્ય તરફ આગળ વધી રહી હતી, પરંતુ ફિલ સોલ્ટ અને મિચેલ માર્શ આઉટ થવાની સાથે હૈદરાબાદે મેચ પર પોતાની પકડ બનાવી લીધી હતી. હૈદરાબાદ માટે મયંક માર્કેંડે બે વિકેટ લીધી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વોર્નર શૂન્ટ રન બનાવી આઉટ
સનરાઇઝર્સ હૈદરાબાદે આપેલા 198 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી દિલ્હી કેપિટલ્સની શરૂઆત ખરાબ રહી હતી. કેપ્ટન ડેવિડ વોર્નર ઈનિંગના બીજા બોલ પર આઉટ થઈ ગયો હતો. ત્યારબાદ ફિલ સોલ્ટની સાથે મેદાન પર ઉતરેલી મિચેલ માર્શે આક્રમક બેટિંગ શરૂ કરી હતી. બંને ખેલાડીઓએ પાવરપ્લેમાં ટીમનો સ્કોર 1 વિકેટે 57 રન પર પહોંચાડી દીધો હતો. 


સોલ્ડ અને માર્શ વચ્ચે થઈ સદીની ભાગીદારી
પ્રથમ છ ઓવર પૂરો થયા બાદ સોલ્ટ અને મિચેલ માર્શે આક્રમક હિટિંગ જારી રાખી હતી. બંનેએ મળીને 10 ઓવર પૂરી થયા બાદ ટીમનો સ્કોર 105 રન સુધી પહોંચાડી દીધો, જેમાં ફિલે પોતાના આઈપીએલ કરિયરની પ્રથમ અડધી સદી પણ પૂરી કરી હતી. બંને વચ્ચે બીજી વિકેટ માટે 66 બોલમાં 112 રનની ભાગીદારી જોવા મળી હતી. 


આ પણ વાંચોઃ ટેસ્ટમાં T20 જેવી બેટિંગ કરનાર હેરી બ્રૂક IPLમાં સતત ફ્લોપ, ખુબ શરમજનક છે આંકડા


દિલ્હી કેપિટલ્સને 112 રનના સ્કોર પર બીજો ઝટકો સોલ્ટના રૂપમાં લાગ્યો, જે 35 બોલમાં 59 રન બનાવી આઉટ થયો હતો. અહીંથી સનરાઇઝર્સને મેચમાં વાપસી કરવાની તક મળી અને તેણે 115ના સ્કોર પર મનીષ પાંડે અને 125ના સ્કોર પર મિચેલ માર્શની વિકેટ હાસિલ કરી મેચ પર પકડ બનાવી લીધી હતી. માર્શે આ મેચમાં 39 બોલમાં 63 રનની ઈનિંગ રમી હતી. 


જલદી-જલદી ત્રણ વિકેટ ગુમાવ્યા બાદ દિલ્હી કેપિટલ્સ દબાવમાં આવી ગઈ હતી. રનરેટનો દબાવ દિલ્હીના બેટરો પર જોવા મળ્યો હતો. 148 રનના સ્કોર સુધી દિલ્હીએ પોતાની છ વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ ટીમ 20 ઓવરમાં છ વિકેટના નુકસાન પર 188 રન સુધી પહોંચી શકી હતી. હૈદરાબાદ તરફથી મયંક માર્કેંડેયે 2, જ્યારે ભુવનેશ્વર કુમાર, અકીલ હુસૈન, ટી નટરાજન અને અભિષેક શર્માએ એક-એક વિકેટ હાસિલ કરી હતી. 


હૈદરાબાદની ઈનિંગમાં અભિષેક શર્મા અને હેનરિક ક્લાસેન છવાયા
આ મુકાબલામાં હૈદરાબાદની ઈનિંગની વાત કરીએ તો યુવા ખેલાડી અભિષેક શર્મા અને વિકેટકીપર હેનરિક ક્લાસેનનું શાનદાર ફોર્મ જોવા મળ્યું હતું. અભિષેક શર્માએ 36 બોલમાં 67 રનની ઈનિંગ રમી હતી. તો ક્લાસેને 27 બોલમાં અણનમ 53 રન ફટકાર્યા હતા. દિલ્હી તરફથી મિચેલ માર્શે ચાર વિકેટ ઝડપી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube