નવી દિલ્હીઃ Harry Brook In IPL 2023: આઈપીએલ 2023ની 40મી લીગ મેચ દિલ્હી કેપિટલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઈ રહી છે. હૈદરાબાદનો સ્ટાર બેટર હેરી બ્રૂક એકવાર ફરી મેચમાં ફ્લોપ રહ્યો. નંબર પાંચ પર બેટિંગ કરવા આવેલ હેરી બ્પૂર બીજા બોલ પર શૂન્ય રન બનાવી આઉટ થયો હતો. ટેસ્ટ મેચમાં ટી20 જેવી બેટિંગ કરનાર હેરી બ્રૂક આઈપીએલ 2023માં ખાસ પ્રદર્શન કરી શક્યો નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હૈદરાબાદે ઈંગ્લેન્ડના સ્ટાર બેટર હેરી બ્રૂકને આઈપીએલ 2023 માટે મિની ઓક્શનમાં 13.25 કરોડ રૂપિયા આપીને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. આ સીઝનમાં તેના બેટથી એક સદી નિકળી છે. આ સિવાય બ્રૂક મોટી ઈનિંગ રમવામાં સતત નિષ્ફળ રહ્યો છે. આ બ્રૂકની પ્રથમ આઈપીએલ સીઝન છે. 


8 ઈનિંગમાં ચાર વખત બે આંકડાના સ્કોરમાં ન પહોંચ્યો
બ્રૂક અત્યાર સુધી આ સીઝનમાં કુલ 8 ઈનિંગમાં બેટિંગ કરી ચુક્યો છે, જેમાંથી એક વખત સદી ફટકારી છે. જ્યારે ચાર વખત તો તે બે આંકડાના સ્કોર સુધી પહોંચી શક્યો નથી, તેમાં એક ડક (0) પણ સામેલ છે. તો બાકી ઈનિંગમાં તેણે 20તી ઓછા રન બનાવ્યા છે. અત્યાર સુધી રમેલી આઠ ઈનિંગમાં બ્રૂકે ક્રમશઃ 13, 3, 13, 100*, 9, 18, 7 અને 0 રન બનાવ્યા છે. 


આ પણ વાંચોઃ ગુજરાતે લીધો બદલો, કોલકત્તાને 7 વિકેટે હરાવી પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી GT


કુલ મળીને આવું રહ્યું પ્રદર્શન
અત્યાર સુધી રમેલી આઠ ઈનિંગમાં બેટિંગ કરતા બ્રૂકે માત્ર 23.29ની એવરેજ અને 125.38ની સ્ટ્રાઇક રેટની મદદથી કુલ 163 રન બનાવ્યા છે, જેમાં એક સદી સામેલ છે. હૈદરાબાદ આ સીઝનમાં પોતાની અડધી મેચ રમી ચુકી છે, પરંતુ બ્રૂક અત્યાર સુધી પોતાના નામ પ્રમાણે પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યો છે. 


ઉલ્લેખનીય છે કે બ્રૂક પોતાની આક્રમક બેટિંગ અને લાંબી-લાંબી સિક્સ ફટકારવા માટે જાણીતો છે, પરંતુ અત્યાર સુધી આઈપીએલ 2023માં તેણે કુલ ત્રણ સિક્સ ફટકારી છે. તે સાત ઈનિંગમાં એકપણ સિક્સ ફટકારી શક્યો નથી. તેણે પોતાની આઠ ઈનિંગમાં માત્ર 21 ચોગ્ગા ફટકાર્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube