IPLમાં હવે ક્યારેય નહીં તૂટે ટીમ ઈન્ડિયાના આ 2 ખેલાડીઓને રેકોર્ડ! વીતી જશે વર્ષોના વર્ષો
IPL 2023: IPLમાં બે ભારતીય ક્રિકેટરોએ એવા રેકોર્ડ બનાવ્યા છે, જેને તોડવો હવે લગભગ અશક્ય છે. હવે વિશ્વના કોઈપણ ખેલાડીને આ રેકોર્ડ તોડવા માટે ઘણી મહેનત કરવી પડશે.
IPL Records: સ્પોટ્સ એક એવી વસ્તુ છે જેમાં રોજ નવા રેકોર્ડ બને છે અને રોજ જૂના રેકોર્ડ તૂટે છે. એમાંય વાત કરીએ ક્રિકેટની તો ક્રિકેટમાં પણ આ વસ્તુ લાગુ પડે છે. આ રમત એવી છેકે, એમાં અલગ અલગ પ્રકારના રેકોર્ડ નોંધાતા હોય છે. ત્યારે હવે આઈપીએલ ક્રિકેટ પણ એમાં સામેલ થયું છે. આઈપીએલમાં એવા એવા રેકોર્ડ નોંધાય છે જે વર્ષો સુધી તૂટી નહીં શકે. આવા જ કેટલાંક રેકોર્ડ બે ભારતીય ખેલાડીઓએ પોતાના નામે કર્યા છે જેને તોડવા લગભગ અશક્ય છે. જાણીએ એના વિશે વિગતવાર...
IPLના ઐતિહાસિક રેકોર્ડ્સઃ IPLમાં બે ભારતીય ક્રિકેટરોએ એવા રેકોર્ડ બનાવ્યા છે, જેને તોડવો હવે લગભગ અશક્ય છે. હવે વિશ્વના કોઈપણ ખેલાડીને આ રેકોર્ડ તોડવા માટે ઘણી મહેનત કરવી પડશે. આ રેકોર્ડ તોડવામાં 9 થી 10 વર્ષ નીકળી જાય તેવી પણ શક્યતા છે. આવો નજર કરીએ IPLની દુનિયાના આવા જ શાનદાર રેકોર્ડ, જેને તોડવો લગભગ અશક્ય છે.
IPLમાં સૌથી વધુ વિકેટ -
રાજસ્થાન રોયલ્સ અને ટીમ ઈન્ડિયાના લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલે છેલ્લા દિવસે જ IPLમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. IPLના ઈતિહાસમાં સૌથી વધુ 187 વિકેટ લેવાનો રેકોર્ડ હવે યુઝવેન્દ્ર ચહલના નામે છે. યુઝવેન્દ્ર ચહલે વર્ષ 2013માં આઈપીએલમાં ડેબ્યૂ કર્યું હતું અને તેને આ સ્થાન સુધી પહોંચવામાં 10 વર્ષનો સમય લાગ્યો હતો. યુઝવેન્દ્ર ચહલ ગુરુવારે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે રમાયેલી આઈપીએલ મેચમાં 4 વિકેટ લઈને આઈપીએલના ઈતિહાસમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો છે.
યુઝવેન્દ્ર ચહલે મહાન ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવોનો આઈપીએલમાં 183 વિકેટનો રેકોર્ડ તોડી નાખ્યો અને આઈપીએલની 187 વિકેટ લઈને ઈતિહાસ રચ્યો. યુઝવેન્દ્ર ચહલે IPLની 143 મેચમાં 187 વિકેટ લીધી છે. વેસ્ટ ઈન્ડિઝના ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવોએ 161 મેચમાં 183 વિકેટ લીધી હતી. હવે યુઝવેન્દ્ર ચહલ IPLમાં સૌથી વધુ 187 વિકેટ સાથે ટોપ પર છે. યુઝવેન્દ્ર ચહલ પછી ડ્વેન બ્રાવો 183 વિકેટ સાથે બીજા ક્રમે છે. અન્ય એક ભારતીય લેગ સ્પિનર પીયૂષ ચાવલા 174 વિકેટ સાથે ત્રીજા નંબર પર છે.
સૌથી ઓછા બોલમાં IPL ફિફ્ટી -
રાજસ્થાન રોયલ્સ અને ભારતના યુવા ઓપનર યશસ્વી જયસ્વાલ IPLના ઈતિહાસમાં સૌથી ઓછા બોલમાં ફિફ્ટી ફટકારનાર વિશ્વનો એકમાત્ર બેટ્સમેન બની ગયો છે. યશસ્વી જયસ્વાલે ગુરુવારે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે રમાયેલી આઈપીએલ મેચમાં 13 બોલમાં ફિફ્ટી ફટકારીને ઈતિહાસ રચ્યો છે. આઈપીએલમાં અત્યાર સુધી કોઈ પણ બેટ્સમેન આવી સિદ્ધિ કરી શક્યો નથી. આ પહેલા આઈપીએલમાં પેટ કમિન્સ અને કેએલ રાહુલે 14 બોલમાં ફિફ્ટીનો રેકોર્ડ બનાવ્યો હતો.
1 ઓવરમાં 26 રન-
યશસ્વી જયસ્વાલ IPLની કોઈપણ ઇનિંગની પ્રથમ ઓવરમાં 26 રન બનાવનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બની ગયો છે. ગુરુવારે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે રમાયેલી આઈપીએલ મેચમાં રાજસ્થાન રોયલ્સની પહેલી જ ઓવર દરમિયાન યશસ્વી જયસ્વાલે નીતિશ રાણાના 6 બોલમાં 26 રન લૂટી લીધા હતા. IPLના આ રેકોર્ડ એવા છે કે તેને તોડવા માટે ઘણી મહેનત કરવી પડશે અને ખેલાડીને નસીબનો સાથ પણ જોઈએ.