નવી દિલ્હીઃ રાજસ્થાન રોયલ્સના સ્ટાર સ્પિનર યુઝવેન્દ્ર ચહલ માટે આઈપીએલ 2023ની 8મી મેચ પંજાબ કિંગ્સ વિરુદ્ધ એક ખરાબ દિવસ હતો. ગુવાહાટીના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલા આ મુકાબલામાં 32 વર્ષીય સ્પિનરની ધોલાઈ થઈ હતી. તેણે 4 ઓવરમાં 50 રન આપી એક વિકેટ લીધી હતી. પરંતુ એક વિકેટની સાથે ચહલે એક ખાસ કીર્તિમાન હાસિલ કર્યો છે. તેણે ટીમના બોલિંગ કોચ લસિથ મલિંગાના એક ખાસ રેકોર્ડને તોડી દીધો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ શરૂઆતી મેચમાં 17 રન આપીને ચાર વિકેટ લઈને આ સીઝનની શરૂઆત કરનાર ચહલે મુંબઈ ઈન્ડિન્સના પૂર્વ ફાસ્ટ બોલર મલિંકાને સૌથી વધુ વિકેટ લેવાના મામલામાં પાછળ છોડી દીધો. મલિંગાએ મુંબઈ ઈન્ડિયન્સના ખેલાડીના રૂપમાં 122 આઈપીએલ મેચમાં કુલ 170 વિકેટ વિકેટ લીધી હતી અને બુધવારે પંજાબના વિકેટકીપર બેટર જિતેશ શર્માની વિકેટ લઈને ચહલે મલિંગાને પાછળ છોડી દીધો. તે હવે સૌથી વિકેટ લેવાના મામલામાં બીજા નંબરે પહોંચી ગયો છે. 


આઈપીએલના રંગારંગ પ્રારંભ વચ્ચે ચોરોએ કર્યો મોટો કાંડ, અમદાવાદમાં 150 ફોનની ચોરી


આઈપીએલ ઈતિહાસમાં સૌથી વધુ વિકેટ લેનારની યાદીમાં પ્રથમ નંબર પર વેસ્ટ ઈન્ડિઝનો પૂર્વ ક્રિકેટર ડ્વેન બ્રાવો છે. ભારતીય સ્પિનરના નામે હવે 133 મેચમાં 171 વિકેટ થઈ ગઈ છે અને તે સર્વકાલિક યાદીમાં વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવોથી પાછળ છે. પાછલા વર્ષે આઈપીએલમાંથી નિવૃત્તિ લેનાર 39 વર્ષીય બ્રાવોએ 161 મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સના ખેલાડીના રૂપમાં 183 વિકેટ લીધી હતી. 


ચહલે રાજસ્થાન રોયલ્સની પ્રથમ મેચમાં ચાર વિકેટ ઝડપી અને આમ કરવાથી તે ટી20 ક્રિકેટમાં 300 કે તેનાથી વધુ વિકેટ લેનાર પ્રથમ ભારતીય બોલર બની ગય. આ સિવાય તેણે અમિત મિશ્રાનો આઈપીએલ ઈતિહાસમાં ભારતીયો વચ્ચે સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ પણ તોડી દીધો. 40 વર્ષીય મિશ્રા જે આ વર્ષે આઈપીએલમાં લખનઉ સુપર જાયન્ટ્સની ટીમનો ભાગ છે તેણે 154 મેચમાં 166 બેટરેનો આઉટ કર્યા છે. તેની પાસે આવનારી મેચમાં મલિંગાથી વધુ વિકેટ લેવાની તક છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube