ઈન્ડિયન પ્રીમીયર લીગ (IPL) 2024ની સીઝન હવે ઝડપથી તેના અંતિમ પડાવ તરફ આગળ વધી રહી છે. પહેલી ક્વોલિફાયરમાં જબરદસ્ત અંદાજમાં કોલકાતા નાઈટ રાઈડર્સે ફાઈનલમાં એન્ટ્રી કરી લીધી છે. જ્યારે આ મેચ હારનારી ટીમ સનરાઈઝર્સ હૈદરાબાદ હવે ક્વોલિફાયર 2 મેચ રમશે જેમાં હૈદરાબાદ અને રાજસ્થાનનો આમનો સામનો થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બીજી ક્વોલિફાયર મેચ 24મી મેના રોજ ચેન્નાઈમાં રમાશે. આ મેચમાં હૈદરાબાદ સામે રાજસ્થાનની ટીમ ટકરાશે જેણે એલિમિનેટર મેચમાં વિરાટ કોહલીની ટીમ આરસીબીને 4 વિકેટથી માત આપી. ફાઈનલ મેચ 26મી મેના રોજ ચેન્નાના એમએ ચિદરમ્બરમ સ્ટેડિયમ (ચેપોક)માં રમાશે. પરંતુ તે પહેલા તમને જણાવી દઈએ કે આઈપીએલમાં છેલ્લા 6 વર્ષથી એક ગજબનો સંયોગ બની રહ્યો છે. જો આ વખતે પણ તે સંયોગ સાચો પડ્યો તો આ ટીમનું ખિતાબ જીતવું નક્કી બની જશે. 


શું છે તે સંયોગ
આ ગજબ સંયોગ ક્વોલિફાયર 1 મેચ સાથે જોડાયેલો છે. જે 2018થી જોવા મળી રહ્યો છે. આ સંયોગ કઈક એવો છે કે જે ટીમ પહેલી ક્વોલિફાયર મેચ જીતે છે તે જ ખિતાબ પણ જીતે છે. સરળ શબ્દોમાં કહીએ તો 2018 એટલે કે છેલ્લી 6 સીઝનથી એવું જોવા મળી રહ્યું છે કે ક્વોલિફાયર 1 મેચ જીતનારી ટીમ જ ખિતાબ જીતી રહી છે. આ દરમિયાન ક્યારેય એવું નથી બન્યું કે ક્વોલિફાયર 2 જીતનારી ટીમ ખિતાબ જીતી હોય. જો આ વખતે પણ આ સંયોગ સાચો પડે તો કોલકાતા નાઈટ રાઈડર્સનું જીતવું લગભગ પાક્કુ બની જાય. 


2017માં છેલ્લે મુંબઈએ રચ્યો હતો ઈતિહાસ
ક્વોલિફાયર 2 નેચ જીતનારી ટીમ છેલ્લે 2017માં ચેમ્પિયન બની હતી. આ સિદ્ધિ રોહિત શર્માની ટીમ મુંબઈ ઈન્ડિયન્સે મેળવી હતી. ત્યારે મુંબઈને ક્વોલિફાયર1માં રાઈઝિંગ પુણે સુપર જાયન્ટ્સે 20 રનથી હરાવ્યું હતું. ત્યારબાદ મુંબઈએ  ક્વોલિફાયર 2માં કેકેઆરને હરાવ્યું. ત્યારબાદ ફાઈનલમાં મુંબઈની ટીમ ફરીથી પુણે સામે રમી અને આ વખતે મુંબઈએ એક રનથી બાજી મારી લીધી. આ સીઝન બાદ અત્યાર સુધીમાં એવું બન્યું નથી કે ક્વોલિફાયર 2 જીતનારી ટીમ ચેમ્પિયન બની હોય. પરંતુ આ વખતે હૈદરાબાદ કે રાજસ્થાન પાસે આ આશા જાગી છે. તેમાંથી કોઈ એક ટીમ આ સંયોગ તોડી શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube