RCBનું ટ્રોફી જીતવાનું સપનું રોળાઈ જવા પાછળ આ 4 ખેલાડીઓ જવાબદાર? આ વખતે પણ ખાધી પછડાટ
IPL 2024: આ સીઝનમાં ધમાકેદા શરૂઆત કર્યા બાદ પાટા પરથી ઉતરી ગયેલી રાજસ્થાન રોયલ્સે લીગ સ્ટેજમાં પોતાની છેલ્લી ચાર મેચો ગુમાવી હતી. બીજી બાજુ રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ (RCB) એ નિરાશાજનક પરિસ્થિતિમાંથી બહાર નીકળીને છેલ્લી 6 મેચો જીતી પ્લએફ માટે ક્વોલિફાય કર્યું હતું. આ બંને ટીમો વચ્ચે રમાયેલી એલિમિનેટર મેચમાં રોયલ્સે વિનિંગ ટ્રેક પર પાછા ફરતા ચેલેન્જર્સને ચાર વિકેટથી હરાવ્યું. આ રીતે આરસીબીનું આઈપીએલ જીતવાનું સપનું આ વખતે પણ રોળાઈ ગયું.
IPL 2024: આ સીઝનમાં ધમાકેદા શરૂઆત કર્યા બાદ પાટા પરથી ઉતરી ગયેલી રાજસ્થાન રોયલ્સે લીગ સ્ટેજમાં પોતાની છેલ્લી ચાર મેચો ગુમાવી હતી. બીજી બાજુ રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ (RCB) એ નિરાશાજનક પરિસ્થિતિમાંથી બહાર નીકળીને છેલ્લી 6 મેચો જીતી પ્લએફ માટે ક્વોલિફાય કર્યું હતું. આ બંને ટીમો વચ્ચે રમાયેલી એલિમિનેટર મેચમાં રોયલ્સે વિનિંગ ટ્રેક પર પાછા ફરતા ચેલેન્જર્સને ચાર વિકેટથી હરાવ્યું. આ રીતે આરસીબીનું આઈપીએલ જીતવાનું સપનું આ વખતે પણ રોળાઈ ગયું. આ રીતે વિરાટ કોહલીનું પણ ટ્રોફી જીતવાનું સપનું આ વખતે પણ અધૂરું રહી ગયું.
આમ જોઈએ તો આ સીઝન કોહલી માટે શાનદાર રહી. તેણે 15 મેચમાં 61.75ની સરેરાશથી 741 રન કર્યા. જ્યારે તેનો સ્ટ્રાઈક રેટ 154.69 રહ્યો. આ દરમિયાન એક સદી અને 5 અડધી સદી પણ તેના નામે થઈ. જો કે ટીમને ટ્રોફીની દોડમાંથી બહાર થવામાં તેનો કોઈ વાંક નથી. ટીમમાં અનેક એવા ખેલાડીઓ હતા જે પોતાના દમ પર મેચ અને ટુર્નામેન્ટનું વલણ બદલી શકે તેમ હતા પરંતુ તેઓ ફેલ ગયા. જાણો આ ખેલાડીઓ વિશે...
કેમરૂન ગ્રીન
મુંબઈ ઈન્ડિયન્સે 17.5 કરોડ રૂપિયામાં કેમરૂન ગ્રીનને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુને ટ્રાન્સફર કર્યો. ગ્રીને મુંબઈ માટે અનેક મેચોમાં જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. પરંતુ આ સીઝન તેના માટે કઈ ખાસ રહી નહી. 13 મેચમાં 255 રન કર્યા. જ્યારે 10 વિકેટ લીધી. પ્રાઈઝ અને તેની ક્ષમતા જોતા વધુ સારા પ્રદર્શનની આશા હતી.
ગ્લેન મેક્સવેલ
ગ્લેન મેક્સવેલ ટીમમાં સૌથી વધુ સેલરી મેળવતા ખેલાડીઓમાં સામેલ છે. તેને લઈને પાર્થિવ પટેલે એક ટ્વીટ પણ કરી હતી કે તે આઈપીએલના ઈતિહાસનો સફેદ હાથી છે. મેક્સીને ઓવરરેટેડ ખેલાડી કહેવા બદલ પાર્થિવની ટીકા પણ થઈ હતી પરંતુ કદાચ તે સાચું પડ્યું. મેક્સીએ 10 મેચમાં 6 વિકેટ લીધી અને ફક્ત 52 રન કર્યા. જ્યારે 4 વખત શૂન્ય પર આઉટ થયો.
યશ દયાલ
ગત સિઝનમાં રિંકૂ સિંહના ગુસ્સાનો ભોગ બનેલા યશ દયાલ પર આ વખતે આરસીબીએ વિશ્વાસ જતાવ્યો હતો. યશ દયાલે કેટલીક મેચોમાં સારું પ્રદર્શન પણ કર્યું. જેમાં ચેન્નાઈ સામેની મેચ સામેલ છે. પરંતુ તે એ લેવલ પર સ્ટ્રાઈક ન કરી શક્યો જેની એક ફાસ્ટ બોલર પાસે અપેક્ષા રખાય છે. તેણે 14 મેચમાં ફક્ત 15 વિકેટ લીધી.
મોહમ્મદ સિરાઝ
સિરાઝ ભારતીય ટીમનો મહત્વનો ભાગ છે અને ટી 20 વર્લ્ડ કપ 2024માં પણ તે ટીમમાં સામેલ છે. પરંતુ આ સીઝન તેના માટે એક ખરાબ સપના સમાન રહી. તેણે 14 મેચમાં ફક્ત 15 વિકેટ લીધી જ્યારે 54 ઓવરોમાં 496 રન આપી દીધા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube