IPL Auction Big Names: IPL 2024 માટે રિટેન અને રિલીઝ થનારા ખેલાડીઓનું લિસ્ટ સામે આવવામાં હવે વધુ સમય બાકી નથી. થોડા દિવસમાં તમામ 10 ટીમોનું લિસ્ટ સામે આવી જશે અને પછી ડિસેમ્બરમાં યોજાનારી હરાજીની તૈયારીઓ શરૂ થશે. આ વચ્ચે 10 ખેલાડીઓ એવા હશે જે આ લિસ્ટમાં હશે નહીં પરંતુ આઈપીએલ 2024માં આ ખેલાડીઓ પર મોટો દાવ લાગી શકે છે. ભારતમાં રમાયેલ વિશ્વકપ 2023નું પ્રદર્શન આ ખેલાડીઓની મોંઘી હરાજીનું કારણ બનશે. તમે પણ જાણો આ ખેલાડીઓ વિશે..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. ટ્રેવિસ હેડઃ વિશ્વકપ 2023ના સેમીફાઈનલ અને ફાઈનલમાં પ્લેયર ઓફ ધ મેચ રહેલા ઓસ્ટ્રેલિયાના આ ખેલાડી પર દરેક ફ્રેન્ચાઇઝીની નજર હશે. મોટી મેચમાં આ ખેલાડી વિપક્ષી બોલિંગ આક્રમણને ધ્વસ્ત કરી શકે છે. સાથે જરૂર પડવા પર સંભાળીને પણ રમવાની ક્ષમતા ધરાવે છે. 


2. મિચેલ સ્ટાર્કઃ ઓસ્ટ્રેલિયાનો આ ફાસ્ટ બોલર આઈપીએલ રમી ચુક્યો છે. આ વખતે તે આઈપીએલ હરાજીમાં ભાગ લઈ શકે છે. જો સ્ટાર્ક આઈપીએલ ઓક્શન માટે રજીસ્ટ્રેશન કરાવશે તો તેને મોટા પૈસા મળી શકે છે.  


આ પણ વાંચોઃ આ ખેલાડીને વર્લ્ડ કપ ફાઈનલમાં તક આપીને થઈ મોટી ભૂલ? વનડે ટીમમાંથી બહાર કરવો જરૂરી


3. દિલશાન મદુશંકાઃ શ્રીલંકાના આ ફાસ્ટ બોલરે વિશ્વકપ 2023ની 9 મેચમાં 21 વિકેટ ઝડપી હતી. તે વિશ્વકપમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલરોમાં ત્રીજા સ્થાને રહ્યો હતો. શ્રીલંકાનો એકમાત્ર ખેલાડી હતો જેનું ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન રહ્યું હતું. હવે આઈપીએલમાં તેને મોટી રકમ મળી શકે છે. 


4. અઝમતુલ્લાહ ઓમરઝઈઃ અફઘાનિસ્તાનના આ યુવા ઓલરાઉન્ડરે ટૂર્નામેન્ટમાં વધાનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું. બોલિંગ અને બેટિંગ બંને વિભાગમાં આ ખેલાડી મેચ વિનર સાબિત થયો. 9 મેચમાં આ ખેલાડીએ 353 રન ફટકાર્યા હતા, જ્યારે બોલિંગમાં સાત વિકેટ ઝડપી હતી. 


5. જેરાલ્ડ કોએત્ઝીઃ વિશ્વકપ 2023ના ટોપ-5 વિકેટ ટેકર બોલરમાં સામેલ રહ્યો. તેણે આફ્રિકા માટે 8 મેચ રમી અને 20 વિકેટ ઝડપી હતી. તે સારી સ્પીડથી બોલિંગ કરી શકે છે.


6. રચિન રવીન્દ્રઃ ન્યૂઝીલેન્ડના આ યુવા ઓલરાઉન્ડરે વિશ્વકપમાં ધૂમ મચાવી હતી. તે સૌથી વધુ રન બનાવનાર બેટરોની યાદીમાં ચોથા સ્થાને રહ્યો. 10 મુકાબલામાં તેણે 578 રન ફટકાર્યા હતા. તે સ્પિન બોલિંગ પણ કરી શકે છે. આઈપીએલમાં તેની માંગ વધી શકે છે. 


આ પણ વાંચોઃ વર્લ્ડ કપમાં ઘાતક બોલિંગ જોઈને આ અભિનેત્રીએ શમીને કરી લગ્નની ઓફર, લાગે છે જક્કાસ!


7. બોસ ડી લીડેઃ નેધરલેન્ડના આ ઓલરાઉન્ડરે પણ બોલિંગ અને બેટિંગથી બધાનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું છે. ઓલરાઉન્ડર હોવાને કારણે આઈપીએલમાં તે ટીમોને આકર્ષિત કરી શકે છે. 


8. ડેવિડ મલાનઃ ઈંગ્લેન્ડના ઓપનરે કેટલીક મેચમાં શાનદાર બેટિંગ કરી હતી. મલાન ટી20માં પણ વિસ્ફોટક બેટિંગ કરી શકે છે. જોવાનું રહેશે કે આ વખતે તેને કોઈ ટીમ ખરીદે છે કે નહીંય


9. પેટ કમિન્સઃ આ ઓસ્ટ્રેલિયન કેપ્ટન આઈપીએલ 2023માંથી હટી ગયો હતો. પરંતુ આ વખતે તે આઈપીએલ ઓક્શનમાં વાપસી કરી શકે છે. 


10. સાદિરા સમરવિક્રમાઃ શ્રીલંકાના આ યુવા બેટરે પણ વિશ્વકપમાં કેટલીક આકર્ષક ઈનિંગ રમી હતી. આ વર્ષે તે પણ આઈપીએલ ઓક્શનમાં સામેલ થઈ શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube