ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024ની સીઝન આવતી કાલ એટલે કે 22મી માર્ચથી શરૂ થઈ રહી છે પરંતુ તે પહેલા જ એક મોટો ઉલટફેર સામે આવ્યો છે. આઈપીએલ શરૂ થાય તેના એક દિવસ પહેલા જ ચેન્નાઈ સુપર કિંગ્સની ફ્રેન્ચાઈઝી દ્વારા મોટો નિર્ણય લેવાયો છે. આ વખતે મહેન્દ્ર સિંહ ધોની કેપ્ટન તરીકે જોવા મળશે નહીં.  ધોનીની જગ્યાએ હવે ઋતુરાજ ગાયકવાડ કેપ્ટનશીપ સંભાળશે. અત્રે જણાવવાનું કે 27 વર્ષના સ્ટાર ઓપનર ઋતુરાજ ગાયકવાડ ચેન્નાઈની ટીમનું નેતૃત્વ સંભાળશે અને તેઓ ટીમના ચોથા કેપ્ટન બનશે. આ અગાઉ ધોની ઉપરાંત રવિન્દ્ર જાડેજા, અને સુરેશ રૈના પણ કેપ્ટનશીપ સંભાળી ચૂક્યા છે. ધોનીએ 212 મેચોમાં ચેન્નાઈની ટીમનું નેતૃત્વ સંભાળેલુ છે. જ્યારે જાડેજાએ 8 મેચ અને રૈનાએ 5 મેચમાં કેપ્ટનશીપ સંભાળી છે. 


સીએસકેએ કેપ્ટનશીપ અંગે બહાર પાડેલા નિવેદનમાં કહ્યું છે કે એમએસ ધોનીએ આઈપીએલ 2024ની શરૂઆત પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટનશીપ ઋતુરાજ ગાયકવાડને સોંપી છે. ઋતુરાજ 2019થી ચેન્નાઈ સુપર કિંગ્સનો અભિન્ન અંગ છે અને તેમણે આ દરમિયાન આઈપીએલમાં 52 મેચ રમી છે. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube