હાર્દિક પંડ્યા અવારનવાર પોતાના વ્યવહારના કારણે ચર્ચામાં રહે છે અને ટ્રોલ થતો રહે છે. આઈપીએલ 2024ની શરૂઆતમાં રોહિત શર્માની ફીલ્ડ પ્લેસમેન્ટમાં તે સતત ફેરફાર કરતો જોવા મળ્યો હતો. રોહિતને સતત આમ તેમ ભાગવું પડ્યું હતું. ગત સીઝનમાં ગુજરાત ટાઈટન્સની કેપ્ટન્સી હતી ત્યારે પણ હાર્દિકે મોહમ્મદ શમીને કેચ છોડવા બદલ એલફેલ શબ્દો કહ્યા હતા. માહોલ એટલો ગરમાઈ ગયો કે ફ્રેન્ચાઈઝીના માલિકોએ વચ્ચે પડવું પડ્યું હતું. જ્યારે હવે હાર્દિક જસપ્રીત બુમરાહ પર બૂમાબૂમ કરતો હોય તેવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જોકે, આ મામલે ખુલાસો થાય એ પણ જરૂરી છે.


બુમરાહ પર રાડારાડ કરવા લાગ્યો હાર્દિક
હાર્દિક પંડ્યાને કેપ્ટન્સી મળ્યા બાદ તે અલગ જ ટશનમાં જોવા મળી રહ્યો છે. કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની મેચ દરમિયાન મુંબઈ ઈન્ડિયન્સના મુખ્ય બોલર જસપ્રીત બુમરાહ પર બૂમો પાડવા લાગ્યો. હાર્દિક તે સમયે બોલિંગ કરતો હતો. સર્કલમાં ફીલ્ડિંગ કરી રહેલા બુમરાહને હાર્દિકે પાછળ જવાનું કહ્યું. બુમરાહ જઈ રહ્યો હતો કે હાર્દિકે જલદી જવા માટે બૂમો પાડવાનું શરૂ કરી દીધું હતું. હાર્દિકના એકાએક બદલાયેલા વલણને પગલે બુમરાહ પણ ચોંક્યો હતો.  


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube