GT vs MI Last Over: મુંબઇ ઇન્ડીયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાની જે મેદાન પર દર્શકોએ હૂટિંગ કરી, ત્યાં તેમની પાસે હીરો બનવાની તક હતી. પરંતુ તે નિષ્ફળ રહ્યા. મુંબઇ ઇન્ડીયન્સની ટીમને ખરાબ બેટીંગની કિંમત ચૂકવવી પડી અને પહેલી જ મેચમાં ગુજરાત ટાઇટન્સની ટીમને 6 રનથી હારનો સામનો કરવો પડ્યો. હાર્દિક પંડ્યા મુંબઇ ઇન્ડીયન્સ માટે અંતિમ ઓવરમાં ક્રીજ પર હાજર હતો. હાર્દિક પંડ્યા સાતમા નંબર પર બેટીંગ કરવા માટે ઉતર્યા તે સમજણની બહાર હતું. તેમણે અંતિમ ઓવરમાં એક સિક્સર અને એક ચોગ્ગો ફટકાર્યો, પરંતુ ઉમેશે તેમને આઉટ કરીને મુંબઇની હાર ફાઇનલ કરી દીધી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાર્દિક પંડ્યા હીરો ન બની શક્યો
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી આ રોમાંચક મેચની છેલ્લી ઓવરમાં ગુજરાત ટાઇટન્સ (GT)એ મુંબઈ ઈન્ડિયન્સ (MI) મોંઢામાંથી જીતનો કોળિયો છીનવી લીધો હતો. જ્યાં સુધી હાર્દિક પંડ્યા ક્રિઝ પર હતો ત્યાં સુધી મુંબઈ ઈન્ડિયન્સની ટીમ મેચમાં રહી હતી. હાર્દિક પંડ્યાના આઉટ થતા જ મુંબઈ ઈન્ડિયન્સની હાર નિશ્ચિત થઇ ગઇ હતી. તમને જણાવી દઈએ કે મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જોર જોરથી બૂમ પાડવામાં આવી હતી. ટોસ દરમિયાન અમદાવાદના સ્ટેડિયમમાં હાર્દિક પંડ્યા માટે 'બૂ' નો અવાજ સંભળાયો હતો. 


મેચ પૂરી કરી શક્યો નહોતો હાર્દિક પંડ્યા 
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રવિવારે રમાયેલી IPL 2024ની મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ (MI)ને છેલ્લા 6 બોલમાં જીતવા માટે 19 રનની જરૂર હતી. મુંબઈ ઈન્ડિયન્સ (MI)નો સ્કોર 19મી ઓવર પછી 7 વિકેટે 150 રન હતો. જો હાર્દિક પંડ્યા ક્રિઝ પર હોત તો જીત માટે છેલ્લા 6 બોલમાં 19 રન બનાવી શક્યા હોત, પરંતુ ઉમેશ યાદવે આવું થવા દીધું ન હતું. ગુજરાત ટાઇટન્સ (GT)ના બોલર ઉમેશ યાદવે છેલ્લી ઓવરમાં શાનદાર બોલિંગ કરી અને માત્ર 12 રન આપીને હાર્દિક પંડ્યા અને પીયૂષ ચાવલા બંનેની વિકેટ ઝડપી અને પોતાની ટીમને વિજય અપાવ્યો.


રાહુલ તેવટિયાએ હાર્દિક પંડ્યાનો પકડ્યો કેચ 
મુંબઈ ઈન્ડિયન્સ (MI) ને છેલ્લા 6 બોલમાં જીતવા માટે 19 રનની જરૂર હતી. હાર્દિક પંડ્યાએ ઉમેશ યાદવના પ્રથમ બે બોલ પર એક સિક્સર અને એક ફોર ફટકારી હતી. ઉમેશ યાદવે 19મી ઓવરના ત્રીજા બોલ પર હાર્દિક પંડ્યાની ઇનિંગ્સનો અંત લાવ્યો હતો. આ બોલ પર મોટો શોટ રમવાનો પ્રયાસ કરતી વખતે હાર્દિક પંડ્યા લોંગ ઓન પર રાહુલ તેવટિયાના હાથે કેચ આઉટ થયો હતો. ઉમેશે હાર્દિકને આઉટ કરીને મુંબઈની હાર પર મહોર મારી હતી. જો હાર્દિક પંડ્યા આઉટ ના થયો હોત તો મેચનું પરિણામ અલગ આવી શક્યું હોત.


પ્રથમ બોલ - હાર્દિક પંડ્યાએ ઉમેશ યાદવના બોલ પર સિક્સર ફટકારી (156/7 - 19.1 ઓવર)
બીજો બોલ - હાર્દિક પંડ્યાએ ઉમેશ યાદવ પર ચોગ્ગો ફટકાર્યો (160/7 - 19.2 ઓવર)
ત્રીજો બોલ - ઉમેશ યાદવે હાર્દિક પંડ્યાને રાહુલ તેવટિયાના હાથે કેચ આઉટ કરાવ્યો. હાર્દિક પંડ્યા 11 રનના અંગત સ્કોર પર આઉટ થયો હતો. (160/8 - 19.3 ઓવર)
ચોથો બોલ - ઉમેશ યાદવે પિયુષ ચાવલાને રાશિદ ખાનના હાથે કેચ આઉટ કરાવ્યો. પિયુષ ચાવલા ગોલ્ડન ડક પર આઉટ થયો હતો. (160/9 - 19.4 ઓવર)
પાંચમો બોલ - જસપ્રીત બુમરાહે ઉમેશ યાદવના બોલ પર એક રન લીધો હતો. (161/9 - 19.5 ઓવર)
છઠ્ઠો બોલ - ઉમેશ યાદવના બોલ પર શમ્સ મુલાનીએ એક રન લીધો હતો. (162/9 - 20 ઓવર)