IPL 2024: આ હોઈ શકે છે ગુજરાત ટાઈટન્સની બેસ્ટ પ્લેઈંગ 11, હાર્દિક-શમીની પડશે ખોટ
IPL 2024: ઈન્ડિયન પ્રીમિયર લીગની નવી સીઝનની શરૂઆત 22 માર્ચથી થઈ રહી છે. ગુજરાત ટાઈટન્સ 24 માર્ચે મુંબઈ ઈન્ડિયન્સ સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. ગુજરાતની ટીમ આ વર્ષે ગિલની આગેવાનીમાં મેદાનમાં ઉતરશે.
અમદાવાદઃ જો તમે ગુજરાત ટાઈટન્સની ટીમને જુઓ તો આ ટીમમાં એમએસ ધોની, રોહિત શર્મા, વિરાટ કોહલી જેવા મોટા નામ નથી, પરંતુ આ ટીમે છેલ્લી બે સીઝનમાં જે પ્રકારનું પ્રદર્શન કર્યું છે તે ચોંકાવનારૂ છે. ગુજરાત ટાઈટન્સની એન્ટ્રી આઈપીએલમાં વર્ષ 2022માં થઈ હતી અને ટીમે હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવ્યો હતો. ગુજરાત ટાઈટન્સે પ્રથમ સીઝનમાં કમાલ કરતા ટ્રોફી કબજે કરી હતી, જ્યારે 2023માં ટીમ રનર્સઅપ રહી હતી. પરંતુ નવી સીઝન પહેલા હાર્દિક પંડ્યા મુંબઈમાં જોડાયો છે.
ગિલ બન્યો કેપ્ટન
હાર્દિક પંડ્યાની વિદાય બાદ ગુજરાત ટાઈટન્સે શુભમન ગિલને કમાન સોંપી છે. ગિલ આ ટીમ સાથે 2022થી જોડાયેલો છે, પરંતુ હવે પ્રથમવાર આઈપીએલ જેવી ટૂર્નામેન્ટમાં કેપ્ટનશિપ સંભાળશે. ગિલ પર હવે ટીમને આગળ લઈ જવાની જવાબદારી હશે. ગિલે પોતાની બેટિંગની સાથે ખેલાડીઓ પાસેથી બેસ્ટ પ્રદર્શન કરાવવું પડશે. ગુજરાતની સાથે હવે હાર્દિક પંડ્યા નથી, તો મોહમ્મદ શમી પણ ઈજાને કારણે રમવાનો નથી.
આવી હોઈ શકે છે ગુજરાતની બેસ્ટ પ્લેઈંગ ઈલેવન
ગુજરાત માટે ઈનિંગની શરૂઆત ફરી શુભમન ગિલ અને રિદ્ધિમાન સાહા કરી શકે છે, જ્યારે ત્રીજા સ્થાને સાઈ સુદર્શન બેટિંગ કરી શકે છે. તે સ્પિન બોલિંગ પણ કરે છે. જ્યારે ચોથા સ્થાને વિજય શંકર જોવા મળી શકે છે, તો પાંચમાં ક્રમે વિસ્ફોટક બેટર ડેવિડ મિલર હશે. ગુજરાત ટાઈટન્સ અઝમતુલ્લાહ ઉમરઝઈ અને કેન વિલિયમસનમાંથી એકને રમાડી શકે છે, જ્યારે શાહરૂખ ખાનને ફિનિશરની જવાબદારી સોંપી શકે છે. બોલિંગની વાત કરીએ તો તેમાં રાશિદ ખાન, નૂર અહમદ, સ્પેન્સર જોનસન, કાર્તિક ત્યારી, ઉમેશ યાદવ જોવા મળી શકે છે.
આ પણ વાંચોઃ શ્રીલંકાના ખેલાડીનો થયો ભયંકર કાર અકસ્માત, ગંભીર સ્થિતિમાં હોસ્પિટલમાં દાખલ
આઈપીએલ 2024 માટે ગુજરાત ટાઈટન્સની સંભવિત બેસ્ટ ઈલેવન
શુભમન ગિલ (કેપ્ટન), રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), સાઈ સુદર્શન, વિજય શંકર, ડેવિડ મિલર, અઝમતુલ્લાહ ઉમરઝઈ/કેન વિલિયમસન, શાહરૂખ ખાન, રાશિદ ખાન, નૂર અહમ/સ્પેન્સર જોનસન, કાર્તિક ત્યાગી, મોહિત શર્મા.
આઈપીએલ 2024 માટે ગુજરાતની ટીમ
વિકેટકીપરઃ મેથ્યૂ વેડ (ઓસ્ટ્રેલિયા), રિદ્ધિમાન સાહા, રોબિન મિંઝ.
બેટરઃ શુભમન ગિલ, ડેવિડ મિલર (આફ્રિકા), અભિનવ મનોહર, કેન વિલિયમસન (ન્યૂઝીલેન્ડ), સાઈ સુદર્શન.
ઓલરાઉન્ડરઃ રાશિદ ખાન, રાહુલ તેવતિયા, જયંત યાદવ, વિજય શંકર, અઝમતુલ્લાહ ઉમરઝઈ, દર્શન નાલકંડે, શાહરૂખ ખાન.
બોલરઃ ઉમેશ યાદવ, જોશ લિટિલ, આર સાઈ કિશોર, મોહિત શર્મા, નૂર અહમદ, સુશાંત મિશ્રા, કાર્તિક ત્યાગી, માનવ સુથાર, સ્પેન્સર જોનસન.