આઈપીએલ 2024ની શરૂઆત થવામાં હવે ઝાઝા દિવસો બાકી નથી. આ વખતે હાર્દિક પંડ્યા ગુજરાત ટાઈટન્સ તરફથી નહીં પરંતુ મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતો જોવા મળશે. હાર્દિક પંડ્યાના ગુજરાત ટાઈટન્સ છોડ્યા બાદ હવે પહેલીવાર જીટીના  કોચ આશિષ નહેરાએ મૌન તોડતા નિવેદન આપ્યું છે. હાર્દિક પંડ્યાને લઈને ગુજરાતના કોચ આશીષ નહેરાએ શું કહ્યું તે જાણો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચોંકાવનારું નિવેદન
વાત જાણે એમ છે કે આઈપીએલ 2024 ઓક્શન પહેલા હાર્દિક પંડ્યા ગુજરાત ટાઈટન્સની ટીમ છોડીને પોતાની જૂની ટીમ મુંબઈ ઈન્ડિયન્સમાં પાછો ફરી ગયો હતો. એટલું જ નહીં મુંબઈ ઈન્ડિયન્સે રોહિત શર્માને કેપ્ટનશીપથી હટાવીને હાર્દિકને નવો કેપ્ટન બનાવ્યો. ત્યારબાદથી મુંબઈ ઈન્ડિયન્સ અને હાર્દિક પંડ્યાએ ખુબ ટીકાઓનો સામનો કરવો પડ્યો. 


આ બધા વચ્ચે હાર્દિકના ગુજરાત ટાઈટન્સ છોડવા મુદ્દે ટીમના કોચે આશીષ નહેરાને જણાવ્યું કે મે ક્યારેય હાર્દિકને રોકવા માટે મનાવવાની કોશિશ કરી નથી. જે પ્રકારે આ ખેલ આગળ વધી રહ્યો છે, આપણને આ પ્રકારના બીજા પણ ફેરફાર જોવા મળશે જેમ ફૂટબોલના આંતરરાષ્ટ્રીય ક્લબ બજારમાં થાય છે. એટલે કે આશીષ નહેરાનું સ્પષ્ટ કહેવું છે કે તેમણે હાર્દિકને ગુજરાતમાં રોકવા માટે મનાવ્યો નથી. તે જવા માંગતો હતો અને જતો રહ્યો. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube