અમદાવાદઃ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સે અંતિમ ઓવરોમાં શાનદાર વાપસી કરતા મુંબઈ ઈન્ડિયન્સને 6 રને પરાજય આપ્યો છે. ગુજરાતે શુભમન ગિલની આગેવાનીમાં જીત સાથે શરૂઆત કરી છે. એક સમયે મુંબઈની ટીમ મજબૂતીથી લક્ષ્યનો પીછો કરી રહી હતી, પરંતુ અંતિમ પાંચ ઓવરમાં ગુજરાતે છ વિકેટ લઈ શાનદાર વાપસી કરી હતી. મેચમાં પ્રથમ બેટિંગ કરતા ગુજરાત ટાઈટન્સે 20 ઓવરમાં 6 વિકેટે 168 રન બનાવ્યા હતા. જેના જવાબમાં મુંબઈની ટીમ 20 ઓવરમાં 9 વિકેટે 162 રન બનાવી શકી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી મુંબઈને પ્રથમ ઓવરમાં ઝટકો લાગ્યો હતો. ઈશાન કિશન શૂન્ય રન બનાવી આઉટ થયો હતો. નમન ધિરે 10 બોલમાં 20 રન ફટકાર્યા હતા. રોહિત શર્મા 29 બોલમાં 7 ચોગ્ગા અને 1 સિક્સ સાથે 43 રન બનાવી આઉટ થયો હતો. ડિવોલ્ડ બ્રેવિસે 46 રનનું યોગદાન આપ્યું હતું. તિલક વર્મા 25 રન બનાવી આઉટ થયો હતો.


ટિમ ડેવિડ 11 અને હાર્દિક પંડ્યા પણ 11 રન બનાવી આઉટ થયો હતો. ગુજરાત તરફથી ઉમરઝઈ, ઉમેશ યાદવ, સ્પેન્સર જોનસન અને મોહિત શર્માએ બે-બે વિકેટ લીધી હતી. એક સફળતા સાઈ કિશોરેને મળી હતી. 

ગુજરાતની પ્રથમ બેટિંગ
મુંબઈએ ટોસ જીતીને ગુજરાતને પ્રથમ બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. ગુજરાત માટે રિદ્ધિમાન સાહા અને શુભમન ગિલે ઈનિંગની શરૂઆત કરી હતી. શુભમન ગિલ 22 બોલમાં 31 રન બનાવી આઉટ થયો હતો. ગિલે ત્રણ ચોગ્ગા અને એક સિક્સ ફટકારી હતી. સાહા 15 બોલમાં 19 રન બનાવી આઉટ થયો હતો. સાઈ સુદર્શને શાનદાર બેટિંગ કરતા 18 બોલમાં 45 રન બનાવ્યા હતા.


16 ઓવર સુધી ગુજરાત ટાઈટન્સની ટીમ 133 રન બનાવી ચૂકી હતી, પરંતુ 17મી ઓવરમાં જસપ્રીત બુમરાહે બે વિકેટ ઝડપીને મુંબઈની વાપસી કરાવી હતી. પરંતુ આ વચ્ચે રાહુલ તેવતિયાએ 15 બોલમાં 22 રન બનાવ્યા હતા. અઝમતુલ્લાહ ઉમરઝઈ 17 રન બનાવી આઉટ થયો હતો. વિજય શંકર છ અને રાશિદ ખાન 4 રન બનાવી નોટઆઉટ રહ્યાં હતા.


આ પણ વાંચોઃ ગુજરાત મારૂ જન્મસ્થળ છે પરંતુ ક્રિકેટમાં મારો જન્મ.... આ શું બોલ્યો હાર્દિક પંડ્યા


મુંબઈએ 7 બોલરોનો કર્યો ઉપયોગ
ગુજરાત સામે મુંબઈએ સાત બોલરોનો ઉપયોગ કર્યો હતો. પીયુષ ચાવલાએ ગિલને આઉટ કર્યો પરંતુ તેણે ત્રણ ઓવરમાં 31 રન આપી દીધા હતા. હાર્દિક પંડ્યાએ 3 ઓવરમાં 30 રન આપ્યા હતા. જ્યારે જસપ્રીત બુમરાહે 4 ઓવરમાં માત્ર 14 રન આપી 3 વિકેટ લીધી હતી. ગેરાલ્ડ કોએત્ઝીએ 4 ઓવરમાં 27 રન આપી બે વિકેટ લીધી હતી.