IPL 2024 : આઈપીએલ 2024નો રોમાંચ ચરમસીમાએ પહોંચી ગયો છે. તમામ ટીમો લગભગ 7-7 મેચો રમી ચૂકી છે. ત્યારબાદ પોઈન્ટ ટેબલમાં સંજૂ સેમસનની રાજસ્થાન રોયલ્સ પહેલા નંબરે છે. આ ઉપરાંત આરસીબી ફરી એકવાર પોઈન્ટ ટેબલમાં ગગડી ગઈ. જે સૌથી છેલ્લા નંબરે છે. બીજી બાજુ આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ઋષભ પંત અને ગુજરાત ટાઈટન્સના કેપ્ટન શુભમન ગિલ બાદ હાર્દિક પંડ્યા ઉપર પણ બેનનું જોખમ વધી ગયું છે. ખેલાડીઓે હવે બેદરકારી ભારે પડી શકે છે. 


કેમ તોળાઈ રહ્યું છે જોખમ
વાત જાણે એમ છે કે આઈપીએલ 2024ની 33મી મેચમાં પંજાબ કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સની ટીમ આમને સામને હતી. આ મેચ મુંબઈ ઈન્ડિયન્સે 9 રનથી જીતી લીધી હતી પરંતુ મેચ જીત્યા બાદ મુંબઈના કેપ્ટન હાર્દિક પંડ્યા પર એક્શન લેવામાં આવ્યું. કારણ કે મુંબઈની ટીમ આ મેચમાં સ્લો ઓવર રેટની દોષી ઠરી. ત્યારબાદ બીસીસીઆઈએ તેમના પર 12 લાખનો દંડ ફટકાર્યો છે. જો મુંબઈ ઈન્ડિયન્સની ટીમ વધુ બે મેચોમાં આ રીતે સતત સ્લો ઓવર રેટ માટે દોષિત ઠરે તો કેપ્ટન હાર્દિક પંડ્યા પર એક મેચ માટે પ્રતિબંધ પણ મૂકાઈ શકે છે. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube