IPL 2024 વચ્ચે ઈમ્પેક્ટ પ્લેયરનો નિયમ ખુબ ચર્ચાનો વિષય બન્યો છે. આ નિયમ હેઠળ દરેક મેચ માટે તમમ ટીમો પાસે 5 ઈમ્પેક્ટ પ્લેયર હોય છે. જેમાથી ટીમ એક ખેલાડીની પસંદગી કરી શકે છે. દરેક મેચમાં ટીમ આ નિયમ હેઠળ એક ખેલાડીનો ઉપયોગ કરે છે. જો કોઈ ટીમને મેચ દરમિયાન બેટરની જરૂર પડે તો ટીમ ઈમ્પેક્ટ પ્લેયર તરીકે એક ખેલાડીને વાપરે છે અને ત્યારબાદ પ્લેઈંગ ઈલેવનના એક ખેલાડીએ મેદાન બહાર બેસવું પડે ચે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો કોઈ ટીમને બોલરની જરૂર હોય તો ટીમ બોલરનો ઉપયોગ કરે છે. ભલે આઈપીએલમાં તમામ ટીમ આ નિયમનો ફાયદો ઉઠાવી રહી હોય  પરંતુ આ નિયમની સીધી અસર ઓલરાઉન્ડર્સ પર જોવા મળી રહી છે જે ટીમ ઈન્ડિયા માટે યોગ્ય નથી. 


ટીમ ઈન્ડિયા પર પડી રહી છે અસર!
ટીમ ઈન્ડિયા આઈપીએલ 2024 બાદ ટી20 વર્લ્ડ  કપ 2024 રમશે. આ ટુર્નામેન્ટમાં બીસીસીઆઈ એક મજબૂત ટીમ પસંદ કરવા ઈચ્છશે પરંતુ તે પહેલા ટીમ ઈન્ડિયા સામે એક મોટો સવાલ એ છે કે જો હાર્દિક પંડ્યા સંપૂર્ણ રીતે ફીટ ન થાય તો તેના જેવી બોલિંગ અને બેટિંગ કરનારો બીજો ઓલરાઉન્ડર કોણ છે. જો કે ભારત પાસે રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ જેવા ઓલરાઉન્ડર્સ છે પરંતુ આ બંને ખેલાડી સ્પીન બોલિંગ કરે છે. જ્યારે ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ જેવી ટીમો પાસે સીમ-બોલિંગ ઓલરાઉન્ડર્સની ભરમાર છે. એવું માનવામાં આવી રહ્યું છે કે ઈમ્પેક્ટ પ્લેયર નિયમ ઓલ રાઉન્ડર્સના પ્રભાવને ખતમ કરી રહ્યો છે. આ નિયમ પર અનેક  ભારતીય પૂર્વ દિગ્ગજ ખેલાડીઓ સવાલ ઉઠાવી ચૂક્યા છે. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube