ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 17મી સીઝનની 47મી મેચ આજે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને દિલ્હી કેપિટલ્સ (DC) વચ્ચે કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાઈ. જે કોલકાતાએ 7 વિકેટે જીતી લીધી. દિલ્હીએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો અને કોલકાતાને બોલિંગ કરવા માટે આમંત્રણ આપ્યું હતું. આ જીત સાથે કોલકાતા હાલની આઈપીએલ સીઝનમાં નવમાંથી છઠ્ઠી મેચ જીત્યું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિલ્હીની ખરાબ રહી શરૂઆત
ટોસ જીતીને બેટિંગ કરવા ઉતરેલી દિલ્હી કેપિટલ્સે નિર્ધારિત 20 ઓવરમાં 9 વિકેટના નુકસાને 153 રન કર્યા. દિલ્હી કેપિટલ્સ માટે કુલદીપ યાદવે સૌથી વધુ અણનમ 35 રન કર્યા. જ્યારે કેપ્ટન ઋષભ પંતે 20 બોલમાં 27 રન કર્યા. આ ઉપરાંત અભિષેક પોરેલે 18 રન અક્ષર પટેલે 15 રન કર્યા. કેકેઆરના વરુણ ચક્રવર્તીએ સૌથી વધુ 3 વિકેટ લીધી. જ્યારે વૈભવ અરોડા અને હર્ષિત રાણાએ 2-2 વિકેટ લીધી. આમ નિર્ધારિત ઓવરોમાં દિલ્હીએ 153 રન કરીને કોલકાતાની ટીમને 154 રનનો લક્ષ્યાંક આપ્યો. 


કોલકાતાએ ચેઝ કર્યો ટાર્ગેટ
154 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી કોલકાતાની ટીમમે 21 બોલ બાકી હતી અને 3 વિકેટના ભોગે ટાર્ગેટ ચેઝ કરી લીધો. જેમાં ઓપનર સોલ્ટના 33 બોલમાં 7 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી કરાયેલા 68 રન મુખ્ય હતા. આ ઉપરાંત સુનીલ નરીને 10 બોલમાં 15 રન, રિંકુ સિંહે 11 બોલમાં 11 રન, શ્રેયસ ઐય્યરે 23 બોલમાં અણનમ 33 રન અને વેંકટેશ ઐય્યરે 23 બોલમાં અણનમ 26 રન કર્યા. કોલાકાતાની ટીમે 16.3 ઓવરોમાં 157 રન કરીને સાત વિકેટથી જીત મેળવી લીધી. દિલ્હી તરફથી અક્ષર પટેલે 25 રન આપીને 2 વિકેટ અને લીઝાડ વિલિયમ્સે 38 રન આપીને એક વિકેટ મેળવી હતી. 


આઈપીએલના ઈતિહાસમાં બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 33 મેચ રમાઈ છે. જેમાં કોલકાતાએ 17 અને દિલ્હીએ 15 મેચમાં જીત મેળવી છે. જ્યારે એક મેચનું કોઈ પરિણામ આવ્યું નહીં. ખાસ વાત એ રહી કે હાલની આઈપીએલ સીઝનમાં બંને ટીમો બીજીવાર આમને સામને થઈ. આ અગાઉ 3 એપ્રિલના રોજ વિશાખાપટ્ટનમમાં મેચ રમાઈ હતી અને તે કોલકાતાએ 104 રનથી જીતી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube