IPL 2024, LSG vs CSK: લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) એ શુક્રવારે રમાયેલી  IPL મેચમાં ચેન્નઇ સુપર કિંગ્સ (CSK) ને 8 વિકેટે હરાવ્યું. ચેન્નઇ સુપર કિંગ્સ (CSK) ભલે મેચ હારી ગયું, પરંતુ દિગ્ગજ વિકેટકિપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોનીએ ચોગ્ગા છગ્ગા વરસાવી લખનઉના ઇકાના સ્ટેડિયમમાં હાજર દર્શકોને ઝૂમવા પર મજબૂર કરી દીધા. મહેન્દ્ર સિંહ ધોની જ્યારે શુક્રવારે બેટીંગ કરવા ઉતર્યા તો આખુ સ્ટેડિયમ ધોની ધોનીના નાદથી ગૂંજી ઉઠ્યું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધોનીએ ફટકારી 101 મીટરની લંબી મોન્ટસ્ટર સિક્સર
મહેન્દ્ર સિંહ ધોનીએ ફરી એકવાર પોતાની તોફાનો અંદાજ બતાવતાં તાબડતોડ બેટીંગ કરી. મહેન્દ્ર સિંહ ધોનીએ 311.11 ના સ્ટ્રાઇક રેટથી 9 બોલમાં 28 રન ફટકાર્યા. આ દરમિયાન ધોનીએ ત્રણ ચોગ્ગા અને બે સિક્સર ફટકારી. ધોનીની એક સિક્સર આ દરમિયાન સોશિયલ મીડિયા પર ચર્ચા થઇ રહી છે. ધોનીએ એક સિક્સર એવી મારે કે બોલ આકાશ ચીરીને સ્ટેડિયમમાં હાજર ફેન્સ વચ્ચે જઇને પડ્યો. ધોનીએ લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) ના ફાસ્ટ વોલર યશ ઠાકુરના બોલ પર 101 મીટરની મોન્સ્ટર સિક્સર ફટકારી. 



સોશિયલ મીડિયા પર વાયરલ
જોકે  ચેન્નઇ સુપર કિંગ્સ (CSK) ની ઇનિંગની અંતિમ ઓવરમાં લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) ના ફાસ્ટ બોલર યશ ઠાકુર બોલીંગ માટે આવ્યા. મહેન્દ્ર સિંહ ધોનીએ યશ ઠાકુરની આ ઓવરના ત્રીજા બોલ પર એવી સિક્સર ફતકારી કે બોલ આકાશ ચીરીને સ્ટેડિયમમાં હાજર ફેન્સ વચ્ચે જઇને પડ્યો. મહેન્દ્ર સિંહ ધોનીની આ સિક્સર 101 મીટર લાંબી હતી. યશ ઠાકુરે રાઉન્ડ ધ વિકેટથી ધોનીની રડારમાં જ બોલ ફેંક્યો જેના પર માહી પ્રહાર કર્યો. સોશિયલ મીડિયા પર મહેન્દ્ર સિંહ ધોનીની આ સિક્સરનો વિડીયો જોરદાર વાયરલ થઇ રહ્યો છે. 


લખનઉએ ચેન્નાઈને હરાવ્યું
લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) એ કેપ્ટન કેએલ રાહુલ અને ક્વિન્ટન ડી કોકની અડધી સદી અને બંને વચ્ચે પ્રથમ વિકેટ માટે સદીની ભાગીદારીની મદદથી ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સામે આઠ વિકેટે આસાનીથી જીત નોંધાવી હતી. ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના 177 રનના લક્ષ્યાંકનો પીછો કરતા લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) એ 6 બોલ બાકી રહેતા બે વિકેટે 180 રન બનાવીને જીત મેળવી હતી. 


કેએલ રાહુલે 82 રનની ઇનિંગ રમી હતી જ્યારે ડી કોકે 54 રનની ઇનિંગ રમી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે 134 રન જોડ્યા હતા. આ જીત સાથે લખનૌ સુપર જાયન્ટ્સ (એલએસજી)ના સાત મેચમાં ચાર જીતથી આઠ પોઈન્ટ છે, જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સ (સીએસકે)ના પણ સાત મેચમાં આઠ પોઈન્ટ છે. જો કે, ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સારી નેટ રન રેટને કારણે ત્રીજા સ્થાને છે જ્યારે લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) પાંચમા સ્થાને છે.