મુંબઈ ઈન્ડિયન્સના સ્ટાર બેટર રોહિત શર્માનો શુક્રવારથી સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ કેમેરામેનને ઓડિયો મ્યૂટ કરવા માટે કહેતા નજરે ચડે છે. આ દરમિયાન તેમણે હાથ જોડીને કેમેરાવાળાને વિનંતી પણ કરી હોવાનું કહેવાય છે. વાત જાણે એમ છે કે 11 મેના રોજ કોલકાતા નાઈટ રાઈડર્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મેચ પહેલા રોહિત શર્માએ કોલકાતા નાઈટ રાઈડર્સના આસિસ્ટન્ટ કોચ અભિષેક નાયર સાથે ઘણીવાર સુધી વાતચીત કરી હતી. જેનો વીડિયો કેકેઆરએ શેર કર્યો હતો. પરંતુ પછી આ વીડિયો ડિલિટ કરી નાખ્યો હતો. જો કે આમ છતાં સોશિયલ મીડિયા પર તે વાયરલ થઈ ગયો અને તેમાં દાવો કરાયો કે રોહિત શર્મા મુંબઈ સાથે રહેવા માંગતા નથી અને કોલકાતાનું પ્રતિનિધિત્વ કરવા ઈચ્છે છે. 


આ વીડિયો વાયરલ થયા બાદ કેકેઆરના સીઈઓ વેંકી મૈસૂરે પોતે આ મુદ્દે નિવેદન આપ્યું હતું અને તેમણે આ વાતનું ખંડન કર્યું હતું. તેમણે કહ્યું કે મે બંને સાથે વાત કરી હતી અને તેઓ ઘણા જૂના મિત્રો છે અને મેદાન પર કઈક અલગ વાત કરી રહ્યા હતા. જો કે વીડિયો વાયરલ થયા બાદ ઘણી બબાલ થઈ હતી અને લોકો અટકળો લગાવવા લાગ્યા હતા કે રોહિત આગામી વર્ષે મુંબઈ છોડીને કોલકાતા સાથે જોડાઈ શકે છે. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube